Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં કેટલો વરસાદ અને જિલ્લામાં કયો તાલુકો વરસાદમા મોખરે જાણો વધુ

Share

નર્મદા જિલ્લામાં તા.૨૩ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને રવિવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ-૫૩ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં સૌથી ઓછો-૧૦ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના સાગબારા તાલુકામાં-૫૨ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૨૬ મિ.મિ, નાંદોદ તાલુકામાં-૧૮ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૮૬૮ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૪૩૦ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૯૬૭ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૬૯૦ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૬૮૧ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૫૭૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૨૪.૩૧ મીટર, કરજણ ડેમ-૧૦૯.૭૬ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૩૫ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૪.૨૭ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

આરીફ કુરેશી :- રાજપીપળા

Advertisement

Share

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સહજાનંદ એવન્યુમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો : વૃક્ષોનું યોગ્ય જતન અને સંવર્ધન કરવાની જવાબદારી પણ પરિવારોએ સ્વીકારી

ProudOfGujarat

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ની તૈયારીના ભાગરૂપે માંગરોળ વિધાનસભા સંગઠનની બેઠક યોજાઈ.

ProudOfGujarat

રાજ્યમાં આંખ આવવાના કેસમાં 40 ટકાનો વધારો, રાજ્ય સરકારે એડવાઈઝરી બહાર પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!