Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવરે પોઇચા પુલ પરથી નર્મદા નદીમાં કેમ કૂદકો માર્યો રહસ્ય અકબંધ.

Share

* રાજપીપળાથી નાસિક રૂટ પર ફરતા ડ્રાઈવર આજે સવારે જ નાસિકથી રાજપીપળા ડેપો આવ્યા બાદ સાંજે પોઇચા પુલ પરથી કેમ છલાંગ લગાવીએ રહસ્ય અકબંધ.

રાજપીપળા એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને હાલ રાજપીપળાથી નાસિક રૂટ પર ફરતા ચાલક અશિસ રણછોડભાઈ મુંડવાલા (ઉ.વ.૩૭) એ સવારે લગભગ 7 વાગ્યે નાસિક ટ્રીપ પરથી રાજપીપળા ડેપો આવ્યા બાદ સાંજે લગભગ 6 વાગ્યે પોઇચા પુલ પરથી કૂદકો મારતા એ સમયે પસાર થતી રાજપીપળા ડેપોની વડોદરા જતી બસના ચાલાક અને અન્યોએ તેને જોયા બાદ તુરત ડેપોમાં જાણ કરતા તાત્કાલિક રાજપીપળા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે સાંજના સમયે અંધારું થઈ જતા હજુ પોઇચાની નર્મદા નદીમાં છલાંગ લગાવનાર આશિષની કોઈ ભાળ મળી નથી આશીષએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે. ત્યારે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી રહી છે.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

ઝઘડીયા નગરમાં આડેધડ પાર્ક કરાતા વાહનો પ્રત્યે પોલીસની લાલઆંખ.

ProudOfGujarat

વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ગાંધીનગર આરોગ્ય વિભાગમાં મદદનીશ નિયામક તરીકે નિયુક્તિ.

ProudOfGujarat

ભરૂચ : વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે લોકો જાગૃત બન્યા સાથે જિલ્લામાં કેટલું વેકસીનેશન થયું…જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!