Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : પડતર માંગણીઓને લઈ કોરોના વોરિયર્સની હડતાળ : માંગ નહીં સંતોષાય તો વેક્સીનેશનનો વિરોધ કરશે કોરોના વોરિયર્સ.

Share

– બે વાર ધરણાં અને વિરોધ હડતાળ કરી સરકારે માંગણી બાબતે લેખિત બાંહેધરી આપી પણ આજદિન સુધી અમલ નહીં.

– આરોગ્ય કર્મીઓની ગ્રેડપે સહિતની માંગો બાબતે સરકારે લોલીપોપ આપી હોવાની લાગણી.

Advertisement

કોરોના વોરિયર્સ તરીકે આખો દેશ જેમને માન આપે છે તેવા પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ એટલેકે આરોગ્ય કર્મીઓ પોતાની પડતર માંગણીઓ સાથે ફરી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે આજે સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મીઓ સાથે નર્મદા જિલ્લાના 350 જેટલા આરોગ્ય ખાતાના કર્મચારીઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળની સૂચના મુજબ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે.

આજે વિવિધ આરોગ્ય કર્મચારી મંડળના નેજા હેઠળ નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ કરી છે અને નર્મદા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આ બાબતે નર્મદા જિલ્લા આરોગ્ય મહાસંઘના પ્રમુખ મિતેષભાઈ ભટ્ટ એ જણાવ્યું હતું કે સરકારે અગાઉ આરોગ્ય કર્મીઓની માંગણીઓ બાબતે લેખિત બાંહેધરી આપી હતી પરંતુ આજદિન સુધી માંગણીઓ પુરી થઈ નથી સરકારે લોલીપોપ આપી છે ઉપરાંત કોરોના વોરિયર્સ તરીકે આરોગ્ય કર્મીઓ જીવન જોખમે તેમજ પરિવાર થી વેગડા રહી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી છે સરકાર કર્મચારીઓ ના 2800 ગ્રેડપે કરે તેમજ ફારમાસિસ્ટ અને લેબ ટેક્નિશિયનો નો તેમની મંગણી મુજબ ગ્રેડપે આપે આગામી 16 તારીખથી જ્યારે દેશમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે કોરોના વોરિયર્સ તેનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે અને આગામી સમયમાં ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

દયાદરા ના અકસ્માત સ્થળ રેલવે ફાટક ની મુલાકાત લેતા ભરુચ ના એસ.પી.

ProudOfGujarat

માંગરોલ તાલુકામાં બારડોલી ડિવિઝન અને સુરત સર્કલની વિજિલન્સ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું.

ProudOfGujarat

ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!