Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોલ તાલુકામાં બારડોલી ડિવિઝન અને સુરત સર્કલની વિજિલન્સ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ માંગરોલ તાલુકાના 6 જેટલાં ગામોમાં સુરત અને બારડોલી વિજિલન્સ સ્કવોડના અધિકારી એચ.આર.મોદી ના માર્ગદર્શન અને દોરવણી હેઠળ માંગરોળ તાલુકા બાર જેટલાં ગામોમાં વિજિલન્સની 14 જેટલી ગાડીઓ સાથે ત્રાટકી હતી. લવેટ, ઇશનપુર, નાંદોલા, પાતલદેવી, ભડકુવામાં વિજિલન્સની ટીમો સવારે ત્રાટકી હતી.

જેમાં 46 થી વધુ ઘરો માંથી વિજચોરી ઝડપાય હતી. રૂપિયા 14 લાખ દંડના વિજબીલો ફટકારવામાં આવતા વિજચોરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો. માંગરોળના ડી.ઇ.નયન ચૌધરી, બારડોલી ડિવિઝનના એચ.આર.મોદી, સુરત ડિવિઝનના એન.એસ.ચૌધરી, ડી.ડી.પટેલ તેમજ સ્કવોડના અધિકારીઓ હાજર રહ્યા હતા. વિજિલન્સની ટીમો ગમે ત્યારે ગમે ત્યાં ત્રાટકી શકે છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આઈટીઆઈ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસ ફંડની રજૂઆત.

ProudOfGujarat

ગોધરા: જીલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષકોને પારિતોષિક અપાયા .

ProudOfGujarat

ગોધરા એપીએમસી પણ કોરોના સામેની જંગમા બન્યું સહભાગી જાણો કેવી રીતે..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!