Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારા તાલુકાનાં કોડબા ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો.

Share

રાજપીપળા : નર્મદા જિલ્લામાંથી ખાસ કરીને રાજપીપળા, દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં બોગસ ડોક્ટરો હાલ કોરોનામાં દેડકાની જેમ ફુટી નીકળ્યા છે. જેઓ ગામડાની ગરીબ અને ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી પોતાની પાસે એલોપેથીક પ્રેક્ટિસ કરવાનું ન હોવા છતાં ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતા હોય આવા તબીબો સામે અગાઉ પણ નર્મદા પોલીસ લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સાગબારા તાલુકાના કોડબા ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની ફરિયાદ સાગબારા પોલીસ મથકે ફરિયાદી ડો.અનિલકુમાર કરસનભાઈ રાઠવા (મૂળ રહે, ડણી તા.નસવાડી જિ.છોટાઉદેપુર હાલ રહે પીએચસી દેવમોગરા સાગબારા) એ આરોપી સુનિલ પોપટ પાટીલ (હાલ રહે, ગ્રીનસીટી બ્લોક નં. સી -52, મૂળ રહે.આમરાલી, તા. સિંધીખેડા જી. ધુલિયા મહારાષ્ટ્ર) સામે ફરિયાદ કરી છે.

Advertisement

ફરિયાદની વિગત મુજબ આરોપી સુનિલ પોપટ પાટીલ પોતે ડોક્ટર નથી તેમ જાણતો હોવા છતાં તેમજ પોતાની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ અમદાવાદનું મેડીકલ પ્રેક્ટિસ અંગેની મેડીકલ પ્રેક્ટિસ કરવા અંગે પ્રમાણપત્ર હોવા છતાં પોતાના આર્થિક ફાયદા સારું સાગબારાના આજુબાજુના ગામડાઓમાં ફરી બિમાર લોકોની સેવાઓ કરતા હતા, અને દાક્તરી સેવાના સાધનો ગેરકાયદેસર રાખી લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તે રીતે મેડીકલ પ્રેક્ટિસ કરી બેદરકારી ભર્યું કૃત્ય કરી એલોપેથીક પ્રેક્ટિસ કરવાના એલોપેથીક ટેબલેટ, સીરીપની બોટલો તથા પાઇપ ચઢાવવાના બોટલ સિરીઝ (નીડલો) વગેરે સાધન સામગ્રી તથા હીરો મોટરસાયકલ નં.1 મળી કુલ કિં.રૂ. 38878/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા


Share

Related posts

કઈ 5 વસ્તુઓ છે જેણે રિંકુ પાજીને બ્લોકબસ્ટર સિરીઝ ” અનદેખી” થી પ્રખ્યાત કરી છે ? જાણીએ સૂર્ય શર્મા ! વિશે..

ProudOfGujarat

રાજપીપળા : આજે બપોરે ૧૨:૦૦ કલાકે કરજણ ડેમની સપાટી ૧૧૦.૧૭ મીટરે નોંધાઇ.

ProudOfGujarat

કોસંબા APMC ખાતે શાકભાજી માર્કેટ શરૂ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!