Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગુજરાતમાં રસીકરણ અભિયાન સરકારને મદદ કરવા માટે તૈયારી દર્શાવી.

Share

રાજપીપળા : નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને મૃત્યુના આંક વધી રહ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે.ખાસ કરીને વેકસીન લોકોને મળતી નથી તેમ જ ૧૮ થી વધુ વયના લોકોનું તો હજી રેજીસ્ટ્રેશન જ નથી થયું, ત્યારે નર્મદા સહિત ગુજરાતમાં કોરોના મેગેઝિનની હાલાકી ઉભી થઇ હોય સરકારને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા તથા વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ નર્મદા આમ આદમી પાર્ટીએ કરી છે. અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ગુજરાતમાં રસીકરણ અભિયાનમાં સરકારને મદદ કરવા માટેની તૈયારી પણ દર્શાવી છે. આ અંગે આજે રાજપીપળા ખાતે મુખ્યમંત્રીને ઉદ્દેશીને નર્મદા કલેકટરને આવેદન આપ્યું છે.

આમ આદમી પાર્ટી નર્મદાના પ્રમુખ વિકેશભાઈ પટેલે કોરોનાના રસીકરણને ગંભીરતાપૂર્વક સગન અભ્યાનરૂપે હાથ ધરવા તેમજ આમ આદમી પાર્ટી દ્વારા લોક જાગૃતિ માટે રસીકરણ જાગૃતિ અભિયાન શરૂ કરવા બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં આપને લાખો સ્નેહીજનોના જીવ ગુમાવ્યા છે. લગભગ તમામ નાગરિકોના રોજગાર ધંધા પાયમાલ થયા છે અને આજે તમામ નાગરિકો ખૂબ જ વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

Advertisement

વર્ષ 2020 માં જ્યારે કોરોના વાયરસ આવ્યું ત્યારે સમગ્ર દેશમાં લોક ડાઉનલોડ કરવામાં આવ્યું હતું ત્યારે આ વાયરસથી લોકોને બચાવવાની તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવાની તક હતી. પરંતુ તમારી સરકાર કરવામાં વ્યસ્ત રહી કોરોનાના પ્રથમ દિવસોમાં થયેલી જાનહાનિ અને સરકારની અપૂરતી તૈયારી માંથી તમારી સરકાર કોઈ બોધપાઠ લીધો નથી. તેમજ વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાનો બીજો એવો પણ આવી શકે છે. તેવી ચેતવણી આપ્યા પછી પણ પૂરતી તૈયારી કરવાને બદલે આપણી સરકારે કોરોના પર જાણે વિજય મેળવી લીધો હોય એમ ઉજવણી શરૂ કરી.

કોરોનાથી બચવાના એકમાત્ર ઉપાય રસીકરણ હોય છતાં પણ રસીકરણ બાબત પર સરકાર ખૂબ જ ઉદાસીન અને બેદરકાર રહી છે. કોરોનાની ત્રીજી વ્યક્તિ ન આવે તે માટે ગુજરાતના તમામ નાગરિકોનું સંપુર્ણ રસીકરણ જરુરી છે.અમે આપને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી ગુજરાતમાં રસીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે સામાન્ય લોકો માટે રસીનું રજીસ્ટ્રેશન કરવું છે અપોઇમેન્ટ લેવી ખૂબ જ અઘરી છે આ સમયે રસીકરણ પ્રક્રિયાને વધુ આયોજનબદ્ધ અને સરળ બનાવવી જોઈએ.

આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ રસીકરણ અભિયાન સરકારને મદદ કરવા માટે તૈયારી બતાવી છે. ગુજરાતને સંપૂર્ણ મુક્ત કરવું એ એક માત્ર લક્ષ્ય સાથે આમ આદમી પાર્ટી આજથી સમગ્ર ગુજરાતમાં રસીકરણ જાગૃતિ અભિયાનની શરૂઆત કરી રહી છે. આ અભિયાનના માધ્યમથી રસી અંગે જનતામાં રહેલી ગેરસમજ કે અફવાઓથી દુર કરી 100 % રસીકરણ કરાવવામાં મદદરૂપ થવા માગણી કરી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા


Share

Related posts

વડોદરા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં EVM મશીનોની ગરબડીનાં આક્ષેપ સાથે કરજણ મામલતદારને BTP નાં કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં અમરતપુરા ની દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ની તવાઇ …

ProudOfGujarat

લીંબડી તાલુકાના ટોકરાળા ગામે નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ જતા રેસ્કયુ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!