Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા જિલ્લા પંચાયતની 10 જેટલી વિવિધ સમિતિઓની રચના.

Share

રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપને વિજય મેળવી સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા બાદ આજે નર્મદા જિલ્લા પંચાયતની 10 જેટલી વિવિધ સમિતિઓની રચના કરી જેમાં વિવિધ સમિતીના ચેરમેનની નિમણૂક કર્યાની જાહેરાત જિલ્લા ભાજપના અધ્યક્ષ ઘનશ્યામ પટેલે કરી છે.

જેમાં સામાજિક ન્યાય સમિતિ દિનેશભાઈ સોમાભાઈ તડવી, શાંતાબેન નવલભાઇને શિક્ષણ સમિતિ, નીલાબરીબેન રજનીકાંત પરમારને આરોગ્ય સમિતિ, સુભાષચંદ્ર વાસુભાઈ વસાવા જાહેર બાંધકામ સમિતિ, પર્યુશાબેન લક્ષ્મણભાઈ વસાવા અપીલ સમીતી, સોમાભાઈ હીરીયાભાઈ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, શ્રદ્ધાબેન શૈલેષભાઈ બારીયા મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ, મનજીભાઈ સાકરીયાભાઈ વસાવા પક્ષના નેતા, મેહુલભાઈ વિનોદભાઈ માછી દંડક તથા સંગીતાબેન પદમબાબુ તડવી નવી સમિતિ પશુપાલન વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિવિધ સમિતીના ચેરમેનની નિમણૂક કર્યાની જાહેરાત જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ પટેલે સૌને અભિનંદન પાઠવી જિલ્લાના સર્વાંગી વિકાસના કામોમાં લાગી જવા અનુરોધ કર્યો હતો.

Advertisement

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભરૂચ : LPG ભરેલ ટેન્કર અને રોડ સ્ટ્રેચર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

નર્મદા કલેકટરની ટીમ નર્મદા દ્વારા અમલી બનેલ “ નોંધારાનો આધાર “ પ્રોજેક્ટ સમગ્ર રાજ્યના શહેરો અને જિલ્લાઓ માટે મોડેલ બનશે.

ProudOfGujarat

ભરૂચ તાલુકાની ટંકારીયાની શાળામાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!