Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાનાં ટીંબી ગામનાં પાટીયા પાસે પોલીસ કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો.

Share

રાજપીપલા : નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ઉપર નાંદોદ તાલુકાના ગામ કુવા ગામની સીમમાં ટીંબી ગામના પાટીયા પાસે 6 જેટલાં ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરી લાકડીથી બરડાના ભાગે માર મારી પોલીસ કોન્સ્ટેબલને પકડી તેના પેન્ટના ખિસ્સામાં રાખેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોનની લુંટ કરવાની કોશિશ કરવાની ચકચારી ઘટના ઘટવા પામી છે. તેમજ તેનો પીછો કરતા આ આગલુ ટાયર પોલીસ કોન્સ્ટેબલના મો.સા. ના પાછળના ટાયર સાથે અથાડી દઈ પોલીસ કોન્સ્ટેબલને મો.સા. સાથે જમીન ઉપર પાડી દઈ નાસી જતા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે આમલેથા પોલીસ કોન્સ્ટેબલે જાતે ફરિયાદી બની ફરીયાદી પોલીસ કોન્સ્ટબલ સંજયભાઈ અરવિંદભાઈ વલવી એ આરોપીઓ ૧) સ્નેહલભાઈ વસાવા (રહે.ગામકુવા)  તથા (૨) શીવાભાઈ વસાવા (રહે.ગામકુવા)તથા બીજા અન્ય છ ઇસમો તમામ રહે. ગામકુવા સામે ફરિયાદ  નોંધાવી છે. ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી પોલીસ કોન્સ્ટબલ સંજયભાઈ પોતાની સુપર બ્લેન્ડર મો.સા. નં. જીજે.૩૪.ડી.૩૭૯૨ ની લઈને પ્રતાપનગર ગામે પેટ્રોલીંગમાં જતા હતા. તે વખતે ગામકુવા ગામની સીમમાં ટીંબી ગામના પાટીયા પાસે રાજપીપલા – અંક્લેશ્વર હાઈવે રોડ
ઉપર આ કામના આરોપીઓ સ્નેહલભાઈ તથા (૨) શીવાભાઈ વસાવા તથા બીજા અન્ય છ ઈસમોએ ફરીયાદી પોલીસ કોન્સ્ટેબલની મો.સા. રોકી ફરીયાદીને લાકડીથી બરડાના ભાગે માર મારી ફરીયાદીને પકડી ફરીયાદીના પેન્ટના ખિસ્સામાં રાખેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોનની લુંટ કરવાની કોશિશ કરી હતી. જેમાં બંને આરોપીઓ તેઓની શાઈન મો.સા. નં.જીજે.૧૬.બીડી.૩૩૮૪ ની ચાલુ કરીને તેના ઉપર બેસી ગામકુવા ગામ તરફ નાસવા લાગેલ તેથી આરોપીઓનો પીછો કરતા ગામકુવા ગામમાં જતા ફરીયાદીએ આરોપીની મો.સા. ન ઓવરટેક કરી રોકવાનો પ્રયત્ન કરતા આરોપી સ્નેહલભાઈ વસાવાએ તેની મો.સા. પુરઝડપે અને બેદરકારી રીતે મો.સા ચલાવી મો.સા. નુ આગલુ ટાયર ફરીયાદીની મો.સા. ના પાછળના ટાયર સાથે અથાડી દઈ ફરીયાદીને મો.સા. સાથે જમીન ઉપર પાડી દઈ નાસી ગયેલ. તેમજ આ  આરોપીઓએ હાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટના કોવીડ ૧૯ અન્વયે જાહેર કરેલ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા 

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના ખેડૂતોને માવઠાથી નુકસાનનું વળતર ચુકવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આજે તલાટી મંડળ દ્વારા પડતર માંગણીઓને લઇને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સુરવાડી બ્રિજ પર ટ્રક અને બાઇક અથડાતા અકસ્માતમાં એક યુવક ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!