Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે બે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત..

Share

સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે બે ટ્રેલર અને ટેમ્પા વચ્ચે અકસ્માત નડતા એક ટ્રેલર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરમાંથી સેનેટરી વેરનો જથ્થો રોડ પર બોક્સ સહિત વેરાઈ જતા ભારે નુકશાન થયું હતું. આ અંગે અકસ્માત ગુનાની ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધાઈ છે.જેમાં ફરીયાદી અજય દત્તરાજ દેસલે,(ઉં.વ.આ.૨૧,ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે.વિંયુર, તા.ધુલે, જિ.ધુલે(મહારાષ્ટ્ર),)એ આરોપી દત્તરાજ ભોજરાજ દેસલે (રહે.જાનવે,તા.અમલનેર,જિ.જલગાંવ (મહારાષ્ટ્ર)સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપીએ પોતાના કબજામાનો આઈસર ટેમ્પો નંબર.MH-18-AA-9903 પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કોડબા ગામ પાસે હાઇવે રોડ ઉપર પલ્ટી ખવડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પોમાં ભરેલ સેનેટરી મટીરિયલ રોડ પર બોક્સ વેરાઈ જતા તથા આઈસર ટેમ્પોના નીચેના ભાગે નુકશાનપહોંચાડી ગુનો કરતા પોલીસે ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ઇંડકટોથર્મ ગ્રુપ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન તરફથી અદ્યતન આઈ.સી.યુ ઓન વ્હીલ (કાર્ડિયાક એમ્બ્યુલન્સ) નું દાન મળેલ છે.

ProudOfGujarat

ગોધરા: જીલ્લા સહકારી મંડળીના ઓડીટર ₹ 7000ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

ProudOfGujarat

વડોદરા : કરજણ નજીક આવેલા માંગલેજ ગામ નજીક ૨૬ હજાર ઉપરાંતની મત્તાની લૂંટ કરી લૂંટારા ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!