Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ નજીક આવેલા માંગલેજ ગામ નજીક ૨૬ હજાર ઉપરાંતની મત્તાની લૂંટ કરી લૂંટારા ફરાર…

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર લૂંટની ઘટના સામે આવી છે. ગત તારીખ ૧૬ એપ્રિલના રોજના રોજ એક કુરિયર મેન મનજીભાઈ હમીરાજી ખટોણા ( રબારી ) ઉ.વ .૩૭ ધંધો.ડ્રાઈવીંગ મુળ રહે, મકવાણા વાસ, પેગીયા પોષ્ટ, મોટીડુડોલ તા.ધાનેરા જ.બનાસકાઠા હાલ રહે. સુરત શહેર કુદરતી હાજતે જવા પોતાની ગાડી સાઇડ પર કરી ઉતર્યા ત્યારે ત્રણ અજાણી વ્યક્તિઓએ ગાડી ચાલકને ધમકાવી રૂપિયા ૨૬ હજાર ઉપરાંતની મત્તાની લૂંટ કરી ફરાર થઈ જતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા અકોટા વિસ્તારમાં આવેલ મોમાઈ ક્રુપા કુરીયરની ઓફીસથી બોલેરો પીકપ ગાડી નં. GJ 06 AX 5311 મા કુરીયર ભરીને ગત ૧૬ મી એપ્રીલ રાત્રીના આશરે ૦૧/૦૦ વાગ્યાના સુમારે સુરતમાં ઉધના કેનાલ રોડ ઉપર આવેલ મોમાઈ કૃપા કુરીયરની ઓફીસે જવા મનજીભાઈ નીકળ્યા હતા. તે સમયે રાત્રીના આશરે ૦૨/૦૦ વાગ્યાના સુમારે હાઇવે પર આવેલ માંગલેજ ગામ પાસે સનસાઈન હોટલની સામે તેઓ કુદરતી હાજતે જવા માટે બોલેરો પીકપ ગાડી ઉભી રાખેલ અને ગાડીમાંથી નીચે ઉતરેલ તે સમયે થોડે દુર એક રોડની સાઈડમાં ઓઢણી ઓઢી એક સ્ત્રી બેટરી મારી ઈસારો કરતી હતી. જેથી કેમ બેટરી મારે છે તે જોવા માટે તેઓ ત્યાં જતા રોડની બાજુમા આવેલ ગટરમાંથી બીજા ત્રણ માણસો દોડીને રોડ ઉપર આવેલ અને ઓઢણી ઓઢેલ તે સ્ત્રી ન હોય પુરૂષ હોય તેને તથા બીજા એક મારા બન્ને હાથ પાછળથી પકડી લીધેલ અને બાકીના બીજા બે માણસોએ મનજીભાઈ સાથે ઝપાઝપી કરી અને ગમે તેવી ગાળો બોલી તારી પાસે જે હોય તે અમોને આપી દે તેમ કહી ખેચતાણ કરેલ હોય બીજા બે જણાએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી અને ફરીયાદીના પેન્ટના ખીસ્સામાં રહેલા રોકડા રૂપિયા.૩,૦૦૦ અને ચાંદીનુ કડુ આશરે ૨૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૫,૦૦૦ અને ચાંદીની વીટી આશરે ૧૬ ગ્રામનુ કિંમત રૂપિયા ૨૫૦ તેમજ ગાડીમાં મુકેલ પાકીટમાંથી મુકેલ રૂપિયા ૩૦૦૦ તેમજ વીવો કંપનીનો મોબાઈલ નંગ ૧ કિ.રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૨૬,૨૫૦ ની લુટ કરી પલાયન થઈ જતા મનજીભાઈ એ ચાર અજાણ્યા ઇસમો વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

ગોધરા : સદભાવના મિશન ક્લાસમાં મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતી દિકરીની બર્થ ડેની ઉજવણી કરી એકતાની મિશાલ પુરી પાડતાં શિક્ષક ઈમરાનભાઈ

ProudOfGujarat

અંકલેશ્વર સ્ટેશન રોડ પર ની એક દુકાનમાં 1.66. 900 ના કપડાની ચોરી

ProudOfGujarat

નાયબ મુખ્યમંત્રીનાં વિવાદાસ્પદ નિવેદનથી આદિવાસી સમાજમાં પડયા વિરોધનાં પ્રત્યાઘાતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!