Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલામા ભર ઉનાળે વીજળીના ધાંધિયાથી લોકો પરેશાન!..

Share

રાજપીપળામાં અત્યારે ૪૦થી ૪૨ ડિગ્રી તાપમાનનો પારો ચઢી રહ્યો છે. સવારે 9 વાગ્યાંથી જ ગરમ પવન ફૂંકાવો શરૂ થઈ જાય છે.લોકો ગરમીથી પરેશાન છે.જ્યારે રાજપીપલામા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રાજપીપળામાં ભર ઉનાળે વીજળીના ધાંધિયાથી લોકો પરેશાન થયા છે. છાશવારે ગમે ત્યારે લાઇટો ડૂલ થઈ જાય છે. ત્યારે લાઇટ વગર ગરમીમાં એસી,કૂલર, પંખા વગર રીતસરના લોકો બફાઈ જાય છે. હાલ લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હાલ રાજપીપળામાં ગરમી વધી રહી છે. તેમજ લોકોના કોરોનાની મહામારીથી પરેશાન છે ખાસ કરીને કોરોનાના દર્દીઓ,અન્ય બિમાર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યારે છાશવારે ડૂલ થતી લાઈટોને કારણે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ કચેરીઓમાં અને બેન્કોમાં લાઈટો જતી રહેવાને કારણે ઇન્ટરનેટ સેવાપણ ખોરવાઈ જાય છે. જેને કારણે સરકારી કચેરીઓના કામો અને બેન્કિંગ સેવા પણ ખોરવાઈ જવા પામી છે. રાજપીપળામાં વારંવાર લાઈટો જવાથી ખાસ કરીને બિમાર લોકો, ઉપરાંત વયોવૃદ્ધ લોકો, નાના બાળકો ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. લાઈટના અભાવે અસહ્ય ગરમીથી ઉકળાટને કારણે બેભાન થવાના તેમજ ચક્કર આવવાના બનાવો બનતા હોય છે. ત્યારે વીજ કંપનીના સત્તાધીશો વીજળી ના ધાંધિયા બંધ કરે તેવી માંગ લોકોએ કરી છે

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અમદાવાદનાં ચાંદખેડામાં સ્ટેટ મોનિટરીંગ સેલએ રેડ કરીને 18 જુગારીઓની કરાઇ ધરપકડ

ProudOfGujarat

ખેડા : મોંઘવારી અને બેરોજગારીને પગલે કોંગ્રેસ દ્વારા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ.

ProudOfGujarat

ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!