Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : કુબેર ભંડારી મંદિર આજથી કોરોનાના બે મહિનાના લોકડાઉન બાદ પુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા.

Share

ગુજરાતમા નર્મદા તટે આવેલ વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિરઆજે 11 જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો બે મહિના પછી દર્શને ઉમટ્યા હતા. જોકેકોરોનાને કારણે ભક્તોની સંખ્યામાં ખાસો ઘટાડ્યો નોંધાયો હતો. આજે પ્રથમ દિવસે છુટા છવાયા ભક્તો દર્શને આવ્યા હતા
સરકાર ના આદેશ મુજબ 11જૂન થી ધાર્મિક સ્થાનો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે શરૂ કરવાનો આદેશ થતાઆજથી મંદિર ખુલતા ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી હતી આ અંગે મન્દિર ના ટ્રસ્ટી રજની કુમાર પંડ્યાએ જણાવ્યું છે કે ફક્ત દર્શન માટે મન્દિર આજ થી સવારે 7થી સાંજના 6.30 સુધી ખુલ્લું રહેશે. ધર્મશાળા અને અન્ન ક્ષેત્ર બંધ રાખ્યા છે બે મહિનાના લોકડાઉન પછી પછી ગુજરાતના નર્મદા તટે આવેલ કુબેર ભંડારી મંદિર ના કપાટ ના દ્વાર આજ થી 11 જૂન થી ખુલતા ભક્તો એ દર્શનનો લાભ લીધો છે

કુબેર દાદા નુ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ હોવાથી અહીં દરેક ભક્તોની માનતા અમાસ ભરવાથી પૂર્ણ થતી હોવાથી દેશભરમાંથી લાખોની સંખ્યામાંભક્તો અહીં દર્શન માટે ઉમટે છે.પણ
જોકે કોરોના ને કારણે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે છેલ્લા બે માસથી કુબેર ભંડારી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. હવે સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે કાલે ૧૧ મી જુને ધાર્મિક સ્થળો શરૂ કરવાની પરવાનગી આપી છે. તે મુજબ સરકારના નિર્ણયને આવકારી ને આજ થી કુબેર ભંડારી મંદિર દર્શન માટેખુલ્લા મુકવાની જાહેરાત કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટી કુમાર પંડ્યા એ મ જણાવ્યું છે કેઆજથી આ વખતે ભક્તોએ મંદિરમાં ફક્ત દર્શન જ કરવાના રહેશે. સાથે શ્રીફળ,દૂધ,ચુંદડી, સાડી, ધોતી કશું પણ સાથે લાવવાનું નથી.અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. માસ્ક ફરજીયાત પહેરવાનો રહેશે. તથા હેન્ડ વોશ કરવાના રહેશે. કોઈ પણ જગ્યાએ ભીડ કરવાની નથી. કોરોના ને કારણે ધર્મશાળા અન્નક્ષેત્ર પણ બંધ રાખવામાં આવેલ છે

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

ઝંખવાવ ખાતે સ્વ. ભંવરલાલજી ખત્રીની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : 42 યુનિટ રક્ત એકત્રિત, યુવાનો અને ગામજનોએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

ProudOfGujarat

વડોદરામાં સિંધરોટ રોડ પર ઇકો કારમાં આગ ભભૂકી ઉઠતા ચાલકનું મોત.

ProudOfGujarat

ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરનાં પગલે સિવિલ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!