Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા તાલુકાના બેસણા ગામની સીમમાંથી પાસે વિદેશીદારૂનો મુદ્દામાલ ઝડપાયો.

Share

ડેડીયાપાડા તાલુકાના બેસણા ગામની સીમમાંથી પાસે વિદેશી દારૂનો મુદ્દામાલ એલ.સી.બી. નર્મદા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં દારૂની બોટલ નંગ-૩૦૧ કિ.રૂ. ૩૦,૧૦૦/- ના પ્રોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપીપાડતી એલ.સી.બી. નર્મદા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એ.એમ.પટેલ, પોલીસઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાના સુપરવિઝન હેઠળ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક નંબર વગરની પલ્સર મોટર સાયકલ ઉપર વિદેશી દારૂ ભરીને ડેડીયાપાડા તરફ આવી રહી છે.જે બાતમીને આધારે એલ.સી.બી. ટીમના પોલીસ માણસોએ બેસણા ગામે નાકાબંધી કરી વોચમાં હતા. તે દરમ્યાન એક પલ્સર મોટર સાયકલ નંબર વગરની આવતા તેને રોકી મોટર સાયકલ ચાલક ગુલશનભાઇ ઇદીયાભાઇ વસાવા( રહે. સામોટ તા.ડેડીયાપાડા)ને ઝડપી તેની પાસેથી તપાસ કરતા બીયર ટીન નંગ-૩૦૧ કિ.રૂ. ૩૦,૧૦૦/- તથા પલ્સર મોટર સાયકલ-૧કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી કુલ્લે કિ.રૂ. ૬૦,૧૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને અટક કરી ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

કોરોના વાઇરસનાં સંક્રમણને નાથવા ગોધરા નગરપાલિકાની ધનિષ્ટ કામગીરી.

ProudOfGujarat

પરિવારજનો ગોવા ફરવા ગયાં ને તસ્કરોએ ઘરમાં કુલ 4 લાખનો હાથફેરો કરી રફૂચક્કર 

ProudOfGujarat

માંગરોળ : શ્રી. એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ ધો.10 નું 93.51% પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!