Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા : વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટયો : 118 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછુ પાણી બચ્યું.

Share

વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયોમા પાણીનો જથ્થો ઘટ્યો છે. રાજ્યના 206 જળાશયોમાં 39 ટકા જળસંગ્રહ છે. 65 જળાશયોમાં 10 ટકાથી ઓછુ પાણી છે. જ્યારે 118 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછુ પાણી બચ્યું છે.

સરદાર સરોવરમાં 43 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી છે. હાલમાં સરદાર સરોવર ડેમની જળસપાટી 113.12 મીટર છે. પાંચ જુન 2020 એ સરદાર સરોવર ડેમની જળસપાટી 122.36 મીટર હતી.

Advertisement

રાજ્યના છ જળાશયોમાં જ 80 ટકાથી વધારે પાણી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. મધ્ય ગુજરાતમાં 44 ટકાથી વધારે જ્યારે દક્ષિણ ગુજરાતમાં 40 ટકા પાણી છે. સૌરાષ્ટ્રમાં 31 ટકા જળસંગ્રહ છે. સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠામાં સાત ટકા, ખેડામાં ચાર ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2.54 ટકા જળસંગ્રહ છે. ગત વર્ષે ત્રણ જુલાઈ સુધી 45.67 ટકા જળસંગ્રહ હતો. વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે. જો એક સપ્તાહમાં સારો વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો પણ ભય છે. છેલ્લા 30 વર્ષમાં સૌથી વધારે 50 ઈંચ વરસાદ 1994 માં જ્યારે સૌથી ઓછો 18 ઈંચ વરસાદ વર્ષ 2000 માં થયો હતો. 2020 માં કુલ વરસાદના 58 ટકા વરસાદ એકલા ઓગસ્ટ મહિનામાં જ વરસ્યો હતો. તો 2005, 2006 અને 2007 એમ સતત ત્રણ વર્ષ સતત 40 ઈંચથી વધારે વરસાદ થયો હતો.
ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પરંતુ તે સામાન્ય વરસાદથી દૂર થઈ શકે તેમ નથી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પાટણ-નશીલી દવાનો જથ્થો ઝડપાયો -SOG પોલીસે નશીલી દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી….

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામમાં એક યુવકે ગળા ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લા ના સ્થાનિક આદિવાસી સંઘઠનો તેમજ મુસ્લિમ સંગઠન દ્વારા રાષ્ટ્રપતિ,વડા પ્રધાન, ગૃહ મંત્રી રાજ્યપાલ, સહીતને સંબોધતું આવેદન આપ્યું. NRC, CAA અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ ના કાયદાનો ભારે વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!