Proud of Gujarat
FeaturedGujaratINDIA

શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100 નવા ચહેરા? પાટીલના નિવેદને ઉડાડી ઊંઘ!

Share

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસને પ્રજા સ્વીકારતું નથી. કોંગ્રેસને હજુ પણ કળ નથી વળી. કાર્યકર્તાઓને જણાવ્યું કે, ભાજપનો દરેક કાર્યકર નરેન્દ્ર મોદી મોબાઇલ એપનો ઉપયોગ કરે અને કરાવે સાથે મન કી બાત કાર્યક્રમ દ્વારા દરેક કાર્યકર સાથે સબંધ વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરવામાં આવે.

Advertisement

હિંમતનગરના મોતીપુરા ખાતેથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ બાઈક રેલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રેલીના રૂટ પર આવતી મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા,સરદાર પટેલની પ્રતિમા અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા પરંતુ રેલીનું પ્રસ્થાન જ્યાંથી થયું ત્યાં મહાત્મા ગાંધીની પણ પ્રતિમા હતી. સી.આર. પાટીલે કાર્યકર્તાને વિશ્વાસ અપાવતા જણાવ્યું કે, ભાજપાનો દરેક કાર્યકર જીત માટે સંકલ્પ કરે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જનતા જનાર્દનની સેવા કરે છે. 2022 ની ચૂંટણી પહેલાં સીઆર પાટીલે ટિકિટને લઇને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે.

ટિકિટ આપતાં પહેલાં 5-6 સર્વે થાય છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે. ધારાસભ્યોનું કામ જોવામાં આવશે તેઓએ લોકો સુધી પહોંચીને કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.
આડકતરી રીતે ભાજપના હોદ્દેદારોને ધમકી આપી કે કોઈનું પદ કાયમી નથી એટલે જે કાર્યકર્તાઓ મહેનત કરશે એને લોટરી લાગી શકે છે. તો બીજી તરફ સહકારી ક્ષેત્રે હોદ્દા ધરાવતા સહકારી નેતાઓને પણ સૂચન કર્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા નહીં આપે તો સહકારમાં મેન્ડેડ આપવામાં નહીં આવે અને પછી ધરાસભ્યને સંબોધતા કહ્યું કે આમાંથી કોઈએ બંધ બેસતી પાગડી પહેરવી નહીં. ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકરને તેના પરફોર્મન્સના આધારે યોગ્ય સ્થાન મળશે જ માટે જે જવાબદારી મળે તે નિભાવવા હાંકલ કરી હતી. પાટીલે કાર્યક્રમમાં હાજર ચૂંટાયેલા તમામ પ્રતિનિધીઓને પાર્ટીના દરેક કાર્યકરોનું કામ કરવા પણ હાંકલ કરી હતી.


Share

Related posts

૧૦૮ સંતોના સાંનિધ્યમાં આફ્રિકા નૈરોબીમાં પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણાહુતિ કરાઇ.

ProudOfGujarat

અમદાવાદનાં ઓગણજમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર કરાયો રદ

ProudOfGujarat

ભરૂચ : ટંકારિયામાં હજરત સૈયદ નુરાની મિયાં સાહેબની તકરીર યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!