Proud of Gujarat
GujaratFeaturedINDIA

બારડોલી તાલુકામાં બાલદા પ્રાથમિક શાળાની સ્થાપના દિનની ઉજવણી કરાઈ.

Share

આજરોજ તા-૦૮/૦૭/૨૦૨૨ ના દિવસે બારડોલી તાલુકાના બાલ્દા મુકામે આવેલ ધો-૧ થી ૮ની પ્રાથમિક શાળાના સ્થાપનાના ૧૪૪ વર્ષ પૂર્ણ થતાં ૧૪૫ મા વર્ષમાં પ્રવેશ કરતાં બારડોલી તાલુકા પંચાયતના સભ્ય તથા દંડક બિપીનભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં તથા બાલ્દા પ્રા. શાળાના S.M.C ના સભ્ય અને માજી કેન્દ્ર શિક્ષક વિશ્વજીતભાઈ ચૌધરીના હાજરીમાં શાળા સ્થાપના જયંતી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્યથી થઈ ત્યારબાદ શાળાના આચાર્ય કુમેદભાઈ ચૌધરી દ્વારા શાબ્દિક સ્વાગત સાથે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. શાળાનાં માજી કેન્દ્ર શિક્ષક વિશ્વજીતભાઈ ચૌધરી હાલ ભણી રહેલાં વિદ્યાર્થીઓને ખૂબ ભણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી તથા શાળાની વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ તાલુકા પંચાયતના સભ્ય તથા દંડક બિપીનભાઇ ચૌધરી એ પણ શાળા વિશેની અને વાલીઓની લોક જાગૃતિ માટેની હાકલ કરી હતી. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકમિત્રો એ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણીને સફળ બનાવવામાં યોગદાન આપ્યો હતો. અંતમાં શાળાના આચાર્ય દ્વારા કુમેદભાઈ ચૌધરી આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાળકો માટે તિથિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તથા શાળાના S.M.C સભ્યો એ પણ ઉત્સાહ પૂર્વક સહકાર આપ્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરત : યોગીચોકના રહેવાસીઓએ બિલ્ડરો વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કર્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉલ્લાસભેર ઉજવણી.

ProudOfGujarat

ભરૂચમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પશ્ચિમ વિસ્તારની વિવિધ લઘુમતી સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!