Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના વરાછામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુના ધંધાની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું.

Share

સુરતનાં મોટા વરાછાના સવજી કોરાટ બ્રિજ નજીક એપલ સ્કેવરમાં ઘર વપરાશની પ્લાસ્ટિકની ચીજવસ્તુના ધંધાની આડમાં જુગારધામ ચલાવનાર વેપારી સહિત 9 ને પીસીબીએ જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી રોકડા રૂ. 7.26 લાખ ઉપરાંત મોબાઇલ મળી કુલ રૂ. 10.39 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત પોલીસની પીસીબીને મળેલી બાતમીના આધારે મોટા વરાછા સવજી કોરાટ બ્રિજ નજીક એપલ સ્કેવરમાં આવેલી દુકાન નં. 134 માં દરોડા પાડયા હતા. જયાંથી ભાડાની દુકાનમાં ઘર વપરાશની પ્લાસ્ટિકની ચીજવસ્તુનો વેપારની આડમાં જુગારધામ ચલાવનાર કરતા રાજેશ ભુદર ભલગામડીયા (ઉ.વ. 47 રહે. રાધેશ્યામ સોસાયટી, કતારગામ અને મૂળ. માંડવધાર, ગઢડા. બોટાદ) ઉપરાંત રાજેશ રાધવ સાવલીયા (ઉ.વ. 47 રહે. વ્રજ વિવાંતા, સરથાણા), રમણીક લવાભાઇ ગોંડલીયા (ઉ.વ. 59 રહે. કૈલાશનગર સોસાયટી, ચીખલી, નવસારી), પ્રકાશ મનુભાઈ બ્રહ્મભટ્ટ (ઉ.વ. 59 રહે. અંબિકા પાર્ક સોસાયટી, કતારગામ), પ્રવિણ વાલજી ડોંડા (ઉ.વ. 54 રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા), રાજેશ રામદાસ ચૌધરી (ઉ.વ. 42 રહે. મરાઠા ચોક, કુકરમુંડા, જિ. તાપી), રાજેશ છગન રાણપરીયા (ઉ.વ. 40 રહે. શ્રી હરી વિલા રેસીડેન્સી, યોગી ચોક, સરથાણા), શૈલેષ કનુભાઈ પડસાળા (ઉ.વ. 41 રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સીમાડા) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે જુગારના દાવના રોકડા રૂ. 94 હજાર, અંગ જડતીના રૂ. 6.32 લાખ, 9 નંગ મોબાઇલ ફોન કિંમત રૂ. 3.12 લાખ મળી કુલ રૂ. 10.39 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે ઘર વપરાશની પ્લાસ્ટિકની ચીજવસ્તુના ધંધાની આડમાં જુગારધામ ચલાવનાર રાજેશ ભલગામડીયા નાળ પેટે પૈસા લઇ મિત્રોને બોલાવી જુગારધામ ચલાવતો હતો.

Advertisement

Share

Related posts

ગોધરાના તીરઘરવાસ ખાતે ચેન્નાઈ થી આવેલ પ્રવાસીઓને ૧૪ દિવસો માટે હોમ ક્વોરેન્ટાઈન માં રાખવામાં આવ્યા હોવાની જાહેર નોટીસ ઘર બહાર લગાડવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ : બેંક ઓફ બરોડાના 116 માં સ્થાપના દિન નિમિત્તે મોસાલી બ્રાન્ચ દ્વારા ઉજવણી કરાઈ

ProudOfGujarat

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે બુસ્ટર ડોઝનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!