Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : બાબરામાં સ્વામિનારાયણ મંદિરમાં મંગલમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Share

ગઢપુર પતિ શ્રી ગોપીનાથજી મહારાજ બોર્ડના તાબાનુ શ્રી સ્વામિનારાયણ મંદિર બાબરામાં તા 21/02/2023 થી 27/02/2023 સુધી દિન – 7 સત્સંગી જીવન સપ્તાહ પારાયણનુ આયોજન કરવામાં આવેલું

આ ઉત્સવના પ્રેરક સતગુરુ શ્રી ભક્તિસંભ્યદાસજી સ્વામી તથા કોઠારી શ્રી ધર્મવાલભ સ્વામી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહના વક્તા પદે શાસ્ત્રી શ્રી હરિસ્વરૂપ સ્વામી તથા શાસ્ત્રીશ્રી સર્વમંગલદાસજી સ્વામી એ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્રોથી ભરપુર ગ્રંથ રાજ સત્સંગી જીવનની કમ સંગીત સાથે રસમય સુમધુર શૈલીમાં કરી તા. 21/02/2023 ના રોજ મુખ્ય યજમાનના ઘરેથી પોથી યાત્રા નીકળીને વડીલ સંતોની હાજરીમાં કથા સ્થળે પહોંચી આ ઉત્સવમાં તા.22/02/2023 થી 23/02/2023 દિન -1 યજ્ઞ કરવામાં આવ્યો તા.22/02/2023 ના રોજ મંદિર માં પ્રતિષ્ઠિત ધનાર દેવોની નગર યાત્રા બાબરાની મુખ્ય બજારોમાં નીકળી તા.23/02/2023 ને ગુરુવારના રોજ સવારે 8:15 કલાકે સ્વામીનારાયણ સંપ્રદાયના ધર્મ ધુર ધર વડતાલ મહારાજ લક્ષ્‍મીનારાયણ દેવ ગાદી પીથાધી પતિ 1008 શ્રી રાકેશપ્રસાદજી મહારાજ વરદ હસ્તે દેવોની પ્રતિષ્ઠિત કરવામાં આવી તેમજ યજ્ઞની પૂણૉહુતિ કરવામાં આવી તથા ઠાકોરજી ને અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો.

Advertisement

આ મહોત્સવ કથા પારાયાન અંતર્ગત ઘનશ્યામ જન્મોત્સવ ગાદી પટ્ટા ભિષેક રાસોત્સવ વગર ઉત્સવો ઉજવવામાં આવ્યા. આ મહોત્સવમાં સંપ્રદાયના વડીલ વક્તા સંતોની વ્યાખ્યાન માળા ગોઠવવામાં આવી જેમાં સરધારથી શ્રી નિત્યસ્વરૂપ સ્વામી બગસરાથી શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામી વેડ રોડ મંદિર સુરતથી પ્રભુચરણદાસજી સ્વામી ગઠપુર મંદિરનાં ચેરમેન શ્રી હરી જીવનદાસ સ્વામી, જસદણથી ધર્મ નંદનદાસજી સ્વામી અમરેલીથી શુક્ર સ્વરૂપ દાસજી સ્વામી એ ત્યાખ્યન માળા કરીને શ્રોતાઓને મુગ્ધ કરી દીધા હતા. આ મહોત્સવની સાથે સાથે મહિલા મંચ, બાલમંચ સકોત્સવ બ્લડ ડોનેશન કેમ્પ સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યસન મુક્તિ અભિયાન પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉત્સવમાં સપ્રદાયના વડીલ પધારેલા જેમાં ગઢપુર બોર્ડના સલાહકાર શ્રી ભાનુંપ્રકશદાસજીસ્વામી દ્વારકાથી માધવસ્વામી ગઢપુરથી ભક્તિપ્રિયસ્વામી ઢસાથી ધર્મવિહારી સ્વામી સુરતથી શ્વેટવૈકુંડસ્વામી પી.પી.સ્વામી ગઢપુરથી વિરક્ત સ્વરૂપ સ્વામી વગેરે સંતો પધારી દર્શન સત્સંગનો લાભ આપ્યો.
આ ઉત્સવમાં ધામધૂમથી સંખ્યોગી માતાઓ બહેનો એ પધારીને મહિતા સત્સંગ પાંખનું પોષણ કાર્ય હતું.


Share

Related posts

અંકલેશ્વર પાનોલી વચ્ચે ટ્રેનની અડફેટે મહિલાનું મોત .

ProudOfGujarat

વિરમગામમાં સ્વ.નાગરભાઇ વડગામા (ગજ્જર)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે “શ્રદ્ધાંજલિ-ભજન સંતવાણી”નું આયોજન…

ProudOfGujarat

સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયેલી મહિલાઓને કચેરીમાં પ્રવેશ ન અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!