Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના નવી વસાહત વિસ્તારના 17 ગામોમાં બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો

Share

સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના 17 ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને બરફના કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડતા ભર ઉનાળે કોતરો છલકાયા હતા.

ઉમરપાડાના નવી વસાહત વિસ્તારમાં ઉકાઈ ડેમ વિસ્થાપિત લોકો વસવાટ કરે છે અને મુખ્ય ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂત પરિવારો છે. ઉપરોક્ત વિસ્તારમાં ખોટા રામપુરા, ગુલીઉંમર, ઉમરદા, વડપાડા રાજનીવડ કોલવણ મોટીદેવરૂપણ સહિત 17 જેટલા ગામો આવેલા છે. ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સમયે વાતાવરણે એકાએક પલ્ટો લીધો હતો અને વાવાઝોડું ફૂંકાયું હતું. વીજળીના કડાકા ભડાકા અને બરફના કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં મોટી માત્રામાં બરફના કરા પડતા લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. આ વરસાદ એકથી દોઢ કલાક જોરદાર ખાબકતા ખેતરોમાં કમોસમી વરસાદના પાણી ભરાતા ખેડૂતોનો કૃષિ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ખેતરોમાંથી પાણી બહાર નીકળતા ભર ઉનાળે ચોમાસાની માફક કોતરો પાણીથી છલકાઈ ગયા હતા. ઉમરપાડાના નવી વસાહત વિસ્તાર નજીક આવેલા વડપાડાના જંગલોમાં ભારે વરસાદ પડ્યો હતો અને આ પાણી પણ સીધું કોતરોમાં આવતા ભર ચોમાસુ ચાલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વિરમગામના જખવાડા ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

ProudOfGujarat

માર્કેટમાં તેજી : સેન્સેક્સ 740 પોઇન્ટના ઉછાળા સાથે 53450 પાર, નિફ્ટીના 50 શેર લીલા નિશાન પર.

ProudOfGujarat

ભરૂચ : ટંકારીયા ગામના અંજુમન સાર્વજનિક દવાખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!