Proud of Gujarat
FeaturedGujaratINDIA

માર્કેટમાં તેજી : સેન્સેક્સ 740 પોઇન્ટના ઉછાળા સાથે 53450 પાર, નિફ્ટીના 50 શેર લીલા નિશાન પર.

Share

ગ્લોબલ માર્કેટમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે અને પ્રી-ઓપનિંગની ચાલથી જ ખબર પડી હતી કે ભારતીય શેરબજારો પણ સારા ઉછાળા સાથે ખુલી શકશે. IT, બેન્કિંગ, મેટલ શેરોમાં શાનદાર ઉછાળાના લીધે બજારને સપોર્ટ મળ્યો છે અને તે લીલા નિશાન પર ખુલ્યું છે.

આજે સ્થાનિક શેરબજારમાં સેન્સેક્સ 740.91 પોઈન્ટ અથવા 1.41 ટકાના વધારા સાથે 53,468.89 પર ખુલ્યો હતો અને એનએસઈ નિફ્ટી 226.95 પોઈન્ટ અથવા 1.45 ટકાના વધારા સાથે 15,926.20 પર ખુલવામાં સફળ રહ્યો હતો.

Advertisement

આજની જબરદસ્ત તેજીમાં નિફ્ટીના તમામ 50 શેર લીલા નિશાનમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 413 અંક એટલે કે 1.23 ટકાના ઉછાળા સાથે 34,041 ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે.

આજના કારોબારમાં નિફ્ટીના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજીમાં છે. આઈટી શેરોમાં 2.80 ટકા અને મીડિયા શેરોમાં 1.5 ટકાનો ઉછાળો આવ્યો છે. મેટલ શેરોમાં 1.47 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક 1.31 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસના શેર 1.33 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા છે.


Share

Related posts

ભરૂચ માં ૧૪ એપ્રીલ અગ્નિશમન સેવા દિન ની ઉજવણી કરતા ફાયર વિભાગ ના કર્મીઓ.શહેર ના માર્ગો ઉપર રેલી યોજી ભારે આકર્ષણ ઉભું કર્યું હતું……..

ProudOfGujarat

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ટવિટરને ભારત સરકાર સાથે વિવાદ ભારે પડયો : 1.03 લાખ કરોડ રૂપિયાનું નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!