Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં અનેક ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી ડીંડોલી સર્વલન્સ ટીમ

Share

સુરતમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી આગળ પાછળ કરી, નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરવાના ઉધના, સલાબતપુરા, ખટોદરા તથા સચિન GIDC પોલીસ સ્ટેશનના કુલ 05 ગુનામાં વોન્ટેડ મોહસીન ઉર્ફે પોપટ ઉસ્માન શેખને ડીંડોલી પોલીસ સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે.

આ બનાવની મળતી વિગતો મુજબ સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સાહેબ નાઓની સુચનાથી તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા. ૩૦/૦૭/૨૦૨૩ સુધી સુરત શહેરના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત અધિક પોલીસ કમિશ્નર સા. સેકટર-૧ તથા ના.પો.કમિ.સા. ઝોન-૨ તથા શ્રી જે.ટી. સોનારા સાહેબ, ACP “ડી” ડીવિઝન સુરત શહેરનાઓએ ઝુંબેશને પરિણામલક્ષી બનાવવા સારૂ આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. આર.જે.ચુડાસમા તથા સેકન્ડ પો.ઈન્સ. એસ.એમ. પઠાણ ડીંડોલી પો.સ્ટે. સુરત શહેર નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ તા.૨૭/૭/૨૦૨૩ ના રોજ ડીંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના PSI હરપાલસિંહ મસાણી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન HC મિલિંદ તુકારામ, PC કુલદિપસિંહ હેમુભા તથા PC રણજીતસિંહ બનેસંગભાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પેસેન્જર્સને રિક્ષામાં બેસાડી આગળ પાછળ કરી, નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરવાના ઉધના, સલાબતપુરા, ખટોદરા તથા સચિન GIDC પોલીસ સ્ટેશનના કુલ 05 ગુનામાં વોન્ટેડ મોહસીન ઉર્ફે પોપટ ઉસ્માન શેખ ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસે ઉભો છે, તેણે શરીરે આસમાની કલરનું અડધી બાયનું ટીશર્ટ તથા ડાર્ક કલરનું ટ્રેકપેન્ટ પહેરેલ છે” જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ ખરાઈ કરી, કોર્ડન કરી આરોપી મોહસીન ઉર્ફે પોપટ ઉસ્માન શેખ ઉ.વ.૨૬, રહે-ભેસ્તાન આવાસ બિલ્ડીંગ નંબર C/114/12 ડીંડોલી સુરતને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે તે પોતે તથા તેના મિત્રો દાઉદખાન તથા આમીન ખાન તથા પવનકુમાર ગુપ્તા એમ ચારેય જણા મળીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રીક્ષામાં પેસેન્જર્સને બેસાડી આગળ પાછળ કરી નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરીઓ કરેલ છે, જેમાં તેમના બે મિત્રો દાઉદખાન તથા આમીનખાન ઉધના પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયેલ છે, તેમજ પવન કુમાર ગુપ્તા તથા તેને વોન્ટેડ જાહેર કરેલ છે. જેથી આરોપીને CRPC 41(1) (i) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોક્ત પોલીસ સ્ટેશનોમાં સોંપવાની તજવીજ હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમા રક્ષાબંધનની હર્ષભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

કેમીકલ ભરેલા ટેન્કરનો વાલ લીક થતા અફરાતફરી નો માહોલ સર્જાયો…

ProudOfGujarat

વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની તરફેણમાં 125 ગામોના સરપંચો અને ડેપ્યુટી સરપંચોનું પ્રચંડ સમર્થન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!