Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં સચિન નજીકના વાંઝ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટારૂઓ રૂ.13 લાખથી વધુની લૂંટ કરી ફરાર

Share

સચિન નજીકના વાંઝ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં બે બાઇક પર ત્રાટકેલા હેલ્મેટધારી લૂંટારૂઓએ રિવોલ્વરની અણીએ બેંક કર્મચારીઓને બાનમા લઇ રોકડા રૂ. 13 લાખની મત્તા લૂંટી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

શહેરના છેવાડાના સચિન નજીકના વાંઝ ગામમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રની શાખામાં આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં બે બાઇક ઉપર ચારથી પાંચ હેલમેટધારી લૂંટારૂ ત્રાટકયા હતા. એક પછી એક હેલ્મેટ સાથે જ લૂંટારૂઓ અંદર ઘૂસી જઇ કેશિયર સહિતના સ્ટાફને રિવોલ્વર વડે બાનમાં લઇ રોકડા રૂ. 13 લાખથી વધુની રોકડ મત્તા લૂંટીને બાઇક પર ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા સચિન પોલીસ સહિતના શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેંક ખાતે દોડી ગયા હતા. પોલીસે લૂંટારૂઓનું પગેરૂ દબાવવા રેડ એલર્ટ જાહેર કરી નાકાબંધી કરવાની સાથે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદનાં ભગાપુરાથી ગેરકાયદેસર પોશડોડાનાં ભુક્કા સાથે એક આરોપી ઝડપાયો.

ProudOfGujarat

શકુનીઓ ઝડપાયા:અંકલેશ્વર ના રામકુંડ રોડ પર પત્તા-પાના વડે જુગાર રમતા ચાર ઝડપાયા, હજારો નૉ મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

હાંસોટ ખાતે NCT ની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પ્રદુષિત પાણીથી વ્યાપક નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!