Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સરથાણા વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂપિયા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

Share

સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેસેન્જરને રિક્ષામાં બેસાડી, આગળ પાછળ કરી, નજર ચૂકવી, રૂપિયા ૧,૦૮,૦૦૦/- તફડાવી લઈ, છેલ્લા દોઢ માસથી નાસતા ફરતા રીઢા આરોપીને ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ એ ઝડપી પાડયા છે.

ફરિયાદી નાઓ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ટેમ્પો ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાત ચલાવે છે, ગઈ તા. ૬/૮/૨૦૨૩ ના રોજ બપોરના સુમારે વિશાલ દેવાણી સ્ક્રેપના માલના ₹ 1,08,000 લઈ આંગડિયુ કરવા માટે લસકાણા પાસે આવેલ મહિન્દ્રાના શોરૂમ પાસેથી રીક્ષામાં બેસી સરથાણા રોયલ આર્કેડ જવા માટે નીકળેલ તે દરમિયાન રીક્ષામાં પાછળની સીટમાં બેસેલા ત્રણ ઈસમો પૈકી એક ઈસમે મને બેસવાનું ફાવતું નથી તમે આગળ બેસો તેમ ફરીયાદીને જણાવી ધક્કા-મુક્કી કરી, નજર ચૂકવી ફરિયાદીના ખીસ્સામાંથી ₹ 1,08,000/- કાઢી લઈ ફરિયાદીને રિક્ષામાંથી ઉતારી ચારેય ઈસમો રીક્ષા લઈને નાસી ગયેલ, ત્યારબાદ પોતાના ખિસ્સા ચેક કરતા ફરિયાદીને રૂપિયા ચોરી થયેલ હોવાનું જણાઈ આવતા સરથાણા પોલીસ સ્ટેશને જઈને IPC કલમ 379 મુજબ ગુનો દાખલ કરાવેલ.

Advertisement

પોલીસ કમિશ્નર સાહેબ સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા DCP ઝોન-૨ સાહેબ તથા જે.ટી. સોનારા સાહેબ ACP “D” ડીવીઝન સુરત શહેર નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ જે અન્વયે પો.ઇન્સ. આર.જે.ચુડાસમા ડીંડોલી પો.સ્ટે. તથા સેકન્ડ પો.ઇન્સ. એસ.એમ.પઠાણ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ગણેશ ઉત્સવ અનુસંધાને ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન HC મહેન્દ્ર ફકીરાભાઈ, HC કિરીટ હરિભાઈ તથા PC હેમરાજસિંહ વિક્રમસિંહ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસેથી સરથાણા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના આરોપી (૧) મુસ્તફા ઉર્ફે કાલીયા s/o ફકીરા પઠાણ* (૨) ફૈઝલ ઉર્ફે ફૈજુ આલમખાન પઠાણ* નાઓને ઝડપી પાડી, અંગઝડતી કરતા ₹ 21000/- મળી આવેલ છે. જે અંગે બન્ને આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે “આજથી દોઢેક માસ પહેલા અમે બંને તથા સહ આરોપી બિહારી જેના નામઠામની ખબર નથી તેમજ રીક્ષા ચાલક ઇમરાન ઉર્ફે બીડી અમીન કરોડિયા નાઓ સાથે મળી સુરત શહેરમાં ચોરી કરવા નીકળેલ તે દરમિયાન બપોરના સમયે લસકાણા પાસે આવેલ મહીન્દ્રના શોરૂમ પાસેથી એક પેસેન્જરને રિક્ષામાં બેસાડેલ, ઇમરાન બીડી રીક્ષા ચલાવતો હતો, મુસ્તુફા, ફૈઝલ તથા બિહારી પાછળની સીટમાં બેઠા હતા, દરમિયાન પેસેન્જર સાથે ધક્કા મુક્કી કરી અમને બેસતા ફાવતું નથી તમે આગળ બેસો તેમ જણાવી પેસેન્જરની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી રૂપિયા 1,08,000/- અમોએ કાઢી લીધેલ અને પેસેન્જરને 100 મીટર આગળ ઉતારી રીક્ષા લઈ આમો ચારેય નાસી ગયેલ અને પેસેન્જર પાસેથી તફડાવેલ રૂપિયાનો ભાગ પાડી લીધેલ હતો, અમોએ અમારા ભાગે આવેલ રૂપિયા મોજ શોખમાં વાપરેલ જે પૈકીના આ ₹21,000 અમારી પાસે બચેલ છે.” વિગેરે મતલબનું બંને આરોપી જણાવતા હોય સરથાણા પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા પાર્ટ A 11210008231434/2023 IPC 379 મુજબનો ગુનો રજીસ્ટર થયેલો હોય, રિકવર કરેલ રૂપિયા 21000 સાથે બંને આરોપીઓને સી.આર.પી.સી 41 1(D) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી, સરથાણા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનામાં સંડોવાયેલ રિઢા આરોપી ઇમરાન બીડી તથા મુસ્તુફા કાલીયા સુરત શહેર વિસ્તારમાંથી રિક્ષા ચોરી કરીને, ચોરી કરેલ રિક્ષા મારફતે સુરત શહેર તથા સુરત જિલ્લામાં અગાઉથી નક્કી કરેલ પ્લાન મુજબ એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં વચ્ચે બેસાડી ધક્કામુક્કી કરી, પેસેન્જરને આગળ પાછળ બેસાડી, નજર ચૂકવી રૂપિયા ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે, આ ગેંગ સુરત શહેરના મહીધરપુરા, પૂણા, ખટોદરા, સલાબતપુરા, ડીંડોલી પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલ છે. તેમજ સુરત રેલવેમાં પણ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ રીઢા આરોપી છે.


Share

Related posts

ભરૂચનાં ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ લીઘો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં રિક્ષા ચાલકો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય અને રાહતવાળું પેકેજ આપવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

ભરૂચ : દહેજ પાસે લુવારા ગામ નજીક ખુલ્લા પ્લોટમાં રિલાયન્સ કંપની દ્વારા લેબર કોલોની બનાવવાની તજવીજ શરૂ થતાં સ્થાનિકોનો વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!