Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં રિક્ષા ચાલકો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય અને રાહતવાળું પેકેજ આપવાની માંગણી કરી હતી.

Share

24 માર્ચથી લાગુ પડેલા લોક ડાઉનમાં તમામ કામ ધંધા અને રોજગાર બંધ કરી દેવામાં આવતા સૌથી કફોડી હાલત શ્રમિકો કે જેઓ રોજ કમાઈને ખાનારા લોકો, રીક્ષા ચાલકો સહિત અન્ય લોકોને લોક ડાઉન દરમિયાન ઘણું આર્થિક નુકસાન થયું હતું અને હાલ પણ મળેલી છૂટછાટને પગલે રીક્ષા લોકો પોતાનો ધંધો કરી શકતા નથી. ત્યારે આજે જય ભારત રિક્ષા એશોસિયેશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રીક્ષા ચાલકોને યોગ્ય પેકેજ આપવામાં આવે તેવી માંગણી કરી હતી કેમ કે હજુ પણ હજારો રિક્ષાચાલકો ધંધા વિના ઘરે બેઠા છે.શાળાઓની વર્દી બંધ છે જેને લઇને રિક્ષાચાલકોને ભૂખે મરવાનો વારો આવ્યો છે ત્યારે જો ઉદ્યોગોને અને ખાનગી ટ્રાવેલ્સ વાળાને રાહત આપતું પેકેજ આપવામાં આવતું હોય ત્યારે રીક્ષા ચાલકોને પણ યોગ્ય રાહત વાળુ પેકજ આપવામાં આવે આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર આવેલ લક્ષ્મી ઓટો ઇલેક્ટ્રિકલ માં ગત રાત્રી ના આગ લાગતા લાખો રૂપિયા નું નુકસાન થવા પામ્યું છે.

ProudOfGujarat

ભરૂચ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી શરતોને આધીન કલાકારોને રોજીરોટી મળી રહે તે માટે કલાસ ખોલવા મંજૂરી આપવા રજૂઆત કરી છે.

ProudOfGujarat

હરિભક્તો માટે દુખ:દ સમાચાર : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા : મુખ્યમંત્રીએ શ્રધ્ધાંજલી પાઠવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!