Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની પ્રજાને કોઇ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશનર ખુદ મેદાનમા ઉતર્યા.

Share

સુરત શહેરના કેટલાક વોર્ડના પ્રશ્નો બાબતે ચૂંટાયેલી પાંખની સતત ઉપેક્ષાના કારણે હવે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની જાતે જ મેદાનમા ઉતરવાનો નિર્ણય લીધો છે. દર મંગળવારે સવારે સાત થી અગિયાર દરમિયાન તેઓ વોર્ડમા જઇ પ્રશ્નોને સાંભળી તેનો નિકાલ કરશે.
અત્યાર સુધી દરેક વોર્ડના પ્રશ્નોને લઇને સ્થાનિક પ્રજાએ કયા તો કોર્પોરેટર પાસે અથવા તો મ્યુનિસિપલ કચેરીએ જાતે જઇ ધક્કા ખાવાનો વારો આવતો હતો. એક જ પ્રશ્નના નિરાકરણ  માટે અરજદારે પોતાના ચંપલ ઘસવા પડતા હતા ત્યારે પ્રજાને કોઇ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશનર ખુદ મેદાનમા ઉતર્યા છે. દબાણ, રખડતા ઢોર , સફાઇ તથા સ્વચ્છતા સહિતના પ્રશ્નોનુ સ્થળ નિરિક્ષણ કરી તેનો નિકાલ લાવવામા આવશે. વોરડ નંબર એક થી આ અભિયાનનો આરંભ થશે. પાલિકાા તમામ 29 ઇલેકશન વોર્ડમા આ અભિયાન હાથ ધરવામા આવશે. દર મંગળવારે એક વોર્ડ લેવામા આવશે. જ્યા મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ રુબરુમા જઇ લોકોના પ્રશ્નો સાંભળશે અને તેના નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે. જે અભિયાન આવતા સપ્તાહથી આ અભિયાન શરુ કરવામા આવશે.

Advertisement

Share

Related posts

હાઈવે પરનો એક ખાડો એક વ્યક્તિના મોતનુ કારણ

ProudOfGujarat

આઝાદીનો આ અમૃત મહોત્સવ ક્યારે શરૂ થયો? આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ…

ProudOfGujarat

માંગરોળ ઝંખવાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી વરલી મટકાનો જુગાર રમતા 6 ઇસમો ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!