Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે તમાચા મારી ચપ્પુની અણીએ દુષ્કર્મ કર્યું.

Share

સુરત સચિન જીઆઈડીસીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રાત્રે પિતા સાથે ઘર નજીક રામલીલા જોવા ગઈ હતી, ત્યારે પિતા આરતી લેવા માટે જતા ભીડમાંથી અજાણ્યાએ બાળકીનું અપહરણ કર્યું હતું. પરિવાર આખી રાત શોધખોળ કરતું રહ્યું અને ગત રોજ સવારે ચાર વાગે બાળકી કડકડતી ઠંડીમાં જાતે જ ઘરે આવી હતી. બાળકીને સમજાવીને પરિવાર દ્વારા પૂછતા તેણે પોતાની સાથે તમાચા મારી ચપ્પુની અણીએ દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસને જાણ કરતા અજાણ્યા વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવીની તપાસ હાથ ધરી હતી. જેમાં એક શંકાસ્પદ યુવક કેદ થઈ ગયો છે. હાલત પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
મૂળ બિહારનો પ્રવિણ પરિવાર સાથે સચીન જીઆઈડીસીમાં રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 4 વર્ષની દીકરી બબલી રાત્રે 11 વાગ્યા બાદ બબલી તેના પિતા સાથે ઘરેથી આશરે 100 મીટરના અંતરે રામલીલા જોવા ગઈ હતી. તેના પિતા આશરે 11:45 વાગે આરતી લેવા ગયા ત્યારે બબલીનો હાથ છોડ્યો હતો. એકાદ મિનિટમાં આરતી લઈને પ્રવિણ બબલી પાસે આવ્યો ત્યારે દીકરી ન હતી. પ્રવિણ અને અન્યોએ શોધખોળ કરી પરંતુ મળી ન હતી. રાત્રે બધાં લોકોએ આસપાસ જોઈ પરંતુ તે મળ્યાં ન હતાં. મળસ્કે ચાર વાગ્યે બબલી જાતે ઘરે આવી હતી. ત્યારબાદ પણ પરિવારે પોલીસને જાણ કરી ન હતી. બબલીના ગુપ્ત ભાગે લોહીનાં ડાઘ હતા. આશરે 11:30 કલાકે પિતાએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ આરોપીને શોધવામાં રહેતાં બાળકીને બપોરે 3:00 કલાકે સારવાર માટે સિવિલમાં લવાઇ હતી. પોલીસે આ ગુનામાં અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણ – બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળનો ગુનો નોંધી ટીમ બનાવી આરોપીની શોધખોળ આદરી છે.ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાની ઘટનાને પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત સચિન જીઆઈડીસી પોલીસની અલગ અલગ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે. હાલ તો ઘટના સ્થળ સહિતના સમગ્ર વિસ્તારના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. જેમાં એક શંકાસ્પદ આરોપી કેદ થયો છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બાળકીને તમાચા મારી ચપ્પુની અણીએ દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપી પરિવારનો ઓળખીતો હોવાની શંકા સેવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ કુકર્મ આચર્યા બાદ માસૂમને તેના ઘર નજીક મૂકી ગયો હોવાથી કોઈક ઓળખીતો જ હોવાની આશંકા છે.ચાર વર્ષની બાળકીને પીંખી નાખનાર આરોપી ઓળખીતો હોવાની શંકા સાથે તેની શોધખોળ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત સચિન પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે બાળકીના રહેણાંક વિસ્તારમાંથી કોઈ ગાયબ છે કે નહીં અને શંકાના દાયરામાં આવતા તમામની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

બળતણ તરીકે ટાયર ઉપયોગ કરાતા લોકોના આરોગ્ય જોખમમાં જાણો વધુ

ProudOfGujarat

જુબેર ધડિયાલી અને તેના સાગરીતો ના એક દિવસ ના રીમાન્ડ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વેરાકુઈ, કંસાલી, આંબાવાડી, ઝીનોરા ગામે ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!