Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં નાગરિકતા કાયદાના વિરોધમાં હિંસા ન થાય તેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો અને ફલેગ માર્ચ કરવામાં આવી.

Share

સુરત ગુરૂવારે નાગરિકતા કાયદાના વિરોધમાં અમદાવાદમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાંથી બોધપાઠ લઈને સુરત શહેર પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ફ્લેગ માર્ચ પણ કરી હતી. શહેર પોલીસે અઠવાલાઈન્સ,સલાબતપુરા, ઉધના સહિતના વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ નીકળી હતી. તેમજ પોલીસને હિંસાત્મક ઘટનાનો કેવી રીતે સામનો કરવો અને પરિસ્થિતિ વણસે ત્યારે તેના પર કેવી રીતે કાબૂ મેળવવો તે અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસની સહાયતા માટે પેરામિલેટ્રી ફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. સરકાર દ્વારા સુરત માટે એક કંપની ફાળવવામાં આવી છે.આ અંગે એસપી મોરેએ જણાવ્યું હતું કે, ગઈકાલે અમદાવાદમાં જે ઘટના બની તેવી સુરતમાં ઘટના ન બને તે માટે ખાસ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં સંપૂર્ણપણે શાંતિનો માહોલજોવા મળી રહ્યો છે. એકપણ સ્થળે કોઈપણ પ્રકારનો કાંકરીચાળો થયો નથી, તેમ છતાં પોલીસે પૂર્વ તૈયારીના ભાગરૂપે આ આયોજન કર્યું છે. તેની સાથે સાથે પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ અનિચ્છનિય ઘટના ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મિલેટ્સ અવેરનેસના થીમ ઉપર પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા પથારાવાળાઓને જગ્યા ફાળવવામાં આવી.

ProudOfGujarat

અમદાવાદ શહેરમાંથી ગુમ થયેલ કિશોરીને શોધી કાઢી તેના વાલી વારસોને સોંપતી કાલોલ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!