Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

કરોડો રૂપીયાની હિરાની લુંટમા સંડોવાયેલા ઉત્તરપ્રદેશની ગેંગના રીઢા ગુનેગારોની અટક કરતી સુરત ક્રાઈમ બ્રાંચ

Share

તાજેતરમા તા.૧૪-૦૩-૨૦૧૮ ના રોજ સુરત શહેરના કટાર ગામ વિસ્તારના ફાઈરીંગ સાથે કરોડો રૂપિયાના હિરાના લુંટનો બનાવ બન્યો હતો. જે અંગે કટાર ગામ પોલીસ મથક ખાતે ગુનો નોંધવામા આવ્યો હતો. આ ગુના બન્યાના ગણતરીના દિવસોમા સુરત ક્રાઇમ બ્રાંચે ૨ આરોપી અર્જુન ઉર્ફે અરવિંદ સંત નારાયણ પાંડે તથા માનવેંદ્ર ઉર્ફે મનિષ કૃષ્ણકુમાર સિંઘ ઠાકોરની તમામ મુદ્દામાલ સાથે અટક કરી હતી. આ આરોપીઓની તપાસ દરમીયાન વરાછા પોલીસ સ્ટે. મથક ખાતે હિરા લુંટના ગુનાઓનો પણ  ભેદ ઉકલાયો હતો. તથા આ ગુનાઓમા નાસતા-ફરતા આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ હતી. સુરત શહેર પોલીસ કમીશનર એ ઉપરોકત ગુનામા સંડોવાયેલ અન્ય સાગરીતોની અટક કરવા અંગે સુચના આપતા સુરત ક્રાઈમ બ્રાંચે અલગ-અલગ ટીમો બનાવી હતી. ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઇ વી.વી ભોલા તથા પી.એસ.આઈ ટિ.એ ગઢવી ની ટીમના માણસો ઉત્તરપ્રદેશ રાજ્ય મા તપાસ અર્થે ગયા હતા. તે દરમ્યાન પી.એસ.અઈ વી.વી ભોલા અને તેમની ટીમે ઉત્તરપ્રદેશ રાજ્યના મેરઠ અને અમેઠી જિલ્લાઓના વિવિધ વિસ્તારો માથી ગુનાઓમા સંડોવાયેલ નાસતા –ફરતા વધુ ૫ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમા ૧. સસાગ સિંહ ઉર્ફે મોહીત વિશ્વ પ્રતાપ સિંહ રહે. સાંઈ સૃષ્ટી એવન્યુ ગોદારા સુરત મુળ રહે. મહુવા જિલ્લા. ફેજાબાદ ઉ.પ્ર ૨. ઉજ્જવલ દિપ ઉર્ફે યુ.ડી બ્રિજ મોહન સિંહ રહે. સાંઈ સૃષ્ટી એવન્યુ લિબાયત સુરત મુળ રહે.મારૂતિ નિવાસી રેવતાપુર લખનઉ ૩. અંકિત કુમાર ઉર્ફે ર્ડોકટર કરમવીર સિંહ રહે. જમાલ પુર બાગલ  મુજફ્ફ્રરનગર ૪. અવનિશ મહિપાલ જાટ રહે. ગોવિંદ પુરમ ગાજીયબાદ ૫. વિજય ઉર્ફે ધરૂ ભિસ્મ સિંહ રહે. બલીપુરા જિલ્લ મુજ્જ્ફરની અટક કરેલ છે. આ પાંચ આરોપીની તપાસ દરમયાન મળેલ માહીતીમુજબ આરોપી પાંડે ની એડવાન્સ પાવરગાર્ડ પ્રા. લી નામની સિક્યુરેટી એજંસી મોહીત ચલાવતો હતો. અને અર્જુન પાંડે ના કહેવાથી મોહીત તથા મોહીતના મીત્ર આઝાદ ખાન પઠાણ ને કટાર ગામ ખાતે લૂંટની જગ્યાની અગાઉ થી રેકી કરી ગુનો કરવાનુ આયોજન કર્યુ હતુ. આરોપી કપીલ ઉર્ફે વકીલ મારફતે અન્ય આરોપીઓને ઉત્તર પ્રદેશથી બોલાવેલ ઉપરોકત ગુનાઓ કર્યા હોવાની હકીકત જણાઈ આવેલ છે. આ ગુનામા આરોપીઓએ રેકી માટે તથા ગુના દરમ્યાન ફોર્ડ એનડ્યુવર અને બી.એમ.ડબ્લ્યુ કારનો ઉપયોગ કરયો હાવોનુ જાણવા મળેલ છે જેમા સસાગ સિંગ , ઉજવલ દિપ, અંકિત કુમાર નાસતાફરતા હતા. જૈ પૈકી પ્રદિપ ઉર્ફે મોનુ એ વડોદરા સ્ટે. ખાતે વાપરેલ પીસ્તોલ સ્ટેશન ઉપર ચેંકીગ ચાલતુ હોવાના કારણે ફેંકી દિધેલ જે અંગે વડોદરા શહેર સયાજીગંજ પોલીસ મથક ખાતે ગુનો નોંધવામા આવેલ છે. આઉપરાંત ગત તા.૦૬-૧૦-૨૦૧૭ પ્રીન્સેસ પ્લાઝા વરાછા ખાતે ડાયમંડ ની પેઢીમા ફરીયાદી તથા સાહેદો ને બંધક બનાવી તમચો બતાવી લૂંટ કરેલ હતી જેમા પણ તઆજેતરમા ઝડપાયેલ ઉ.પ્ર ની ગેંગ ના સાગરીતો સામેલ હોવાનુ જણાયુ હતુ. આ ઉપરાંત તા.૧૯-૦૨-૨૦૧૮ ના રોજ અશ્વનિ કુમાર સર્કલ વરાછા ખાતે આગડીયા પેઢીના કર્મચારીની રેકી કરી તેણો પીછો કરી રૂ પોણા બે કરોડની મતાની બેગ લૂંટી નાસી ગયા હતા. જેમા પણ આજ આરોપીઓની સંડોવલી જણાઈ હતી. આ ઉપરાંત તઆ. ૨૫-૧૨-૨૦૧૭ ના રોજ મહંમદ હુસેન ઉર્ફે મમુ ચાંદ હાંસોટી ઉપર થયેલ ફાઈરીંગ ના ગુનામા પણ આજ ગેંગના સાગરીત હોવાનુ જણાયુ છે. જેના માટે વારંવાર રેકી કરવામા આવી હતી આ બનાવમા ઉ.પ્ર ખાતેથી શુટરો બોલાવી તેણોને રહેવાની તથા બજાજ પલ્સર મોટર સાયકલની સગવડ કરી આપી હતી. મમુ  મિયાનુ  ખુન કરવા માટે અલ્તાફ પટેલ તથા વિપુલ ગાજીપરાયે રૂપિયા ૬ લાખ ની સોપારી આઝાદ ખાન પઠાણને આપેલ હતી. મોહીત તથા યુ.ડીએ બન્ને શુટોરોને કડોદરા ચાર રસ્તા ખાતે લકઝરી બસમા બેસાડી યુ.પી ખાતે મુકલી આપવાની વ્યવસ્થા કરી હતી. આ તમામ કામગીરીમા ડી.સી.બી ટીમના પી.એસ.આઈ વી.વી ભોલા, પી.એસ.આઈ ડી.એ ગઢવી તથા સ્ટાફે જહમત ઉથાવી હતી.

Advertisement

Share

Related posts

પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી યુવતીને ૧૮૧ અભયમની ટીમે સમજાવી ઘરે સુરક્ષિત પહોંચાડી

ProudOfGujarat

રાજપીપળા : સાત વર્ષથી ઓછી સજા ધરાવતા ચાર કેદીઓને કોર્ટના હુકમ બાદ વચગાળાની જામીન ઉપર મુકત કરાયા.

ProudOfGujarat

ઓડિશામાં ત્રણ ટ્રનો વચ્ચે ભયાનક ટક્કર, અત્યાર સુધીમાં 280 લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!