Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરોએ દાનપેટીમાં રાખેલ રોકડ રકમની ચોરી કરી હતી આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે.

Share

વર્તમાન સમયમાં દેવાલયો પણ તસ્કરોની નજરથી બચી શકતા નથી. સુરતનાં પાંડેસરા સ્થિત કાશી વિશ્વનાથ મંદિરમાં ગતરાત્રી દરમ્યાન એક અજાણ્યા શખ્સ મંદિરમાં મૂકેલી દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જોકે મંદિરમાં મૂકેલ સીસીટીવી કેમેરામાં આ અજાણ્યા શખ્સની તમામ હરકત કેદ થઈ ગઈ હતી. બનાવ અંગેની જાણ પાંડેસરા પોલીસને થતાં પોલીસ મંદિર સંકુલ ખાતે દોડી આવી હતી અને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ચોરી કરનાર શખ્સનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં બ્લાસ્ટ થતાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

દહેજ : ગલેન્ડા ખાતે આવેલ ત્રિમૂર્તિ ફેબ્રિકેટર્સ કંપનીમાં થયેલ એસ.એસ.ની ચોરીનો ભેદ ઉકેલી પાંચ ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ઓવર બીલ આપતું સ્માર્ટ મીટર : ભરૂચમાં એક ગ્રાહકનું બીલ ૧૦ ગણુ વધીને ૮૩ હજાર આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!