Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટુકડીએ સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલ ગોવિંદ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવનારા તસ્કર ટોળકીને ઝડપી પાડી હતી.

Share

સુરતની ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટુકડીએ નક્કર બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર શાહરૂખ અને તેના સાગરિતો ઉભેલા છે જે બાતમીના આધારે ત્રણ ઘરફોડ ચોરોને ઝડપી પાડયા હતા. પોલીસે શાહરૂખ નિશાર અહમદ,ડાહ્યો ગણેશ રાઠોડ, અજય ઉર્ફે લાલુ ધર્મેશ રાઠોડ નામના શખ્સોને ઝડપી પાડયા હતા. તેઓ પાસેથી ઓટો રીક્ષા, સોનાનું પેન્ડલ, રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા 16,6500 કબજે કર્યા હતા અને વધુ કાર્યવાહી માટે સરથાણા પોલીસને સોંપી દીધા હતા. ગત તારીખ 29 ના રોજ રાત્રે સરથાણાની ગોવિંદ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનમાં તેઓએ ચોરી કરી હતી. આ ગુનાનો મુખ્ય આરોપી શાહરૂખ નિશાર આ અગાઉ સુરતના પુણા,કડોદરા લિંબાયત, ડિંડોલી વિસ્તારના પોલીસ મથકની હદમાંથી ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળના બોરીયા ગામે જિલ્લા ભાજપ સંગઠનના નવા વરાયેલા મંત્રી સીતાબેન ચૌધરીનો સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

સુરતના કાપોદ્રામાં BRTS રૂટમાં નશામાં કાર ચાલકે 6 ને અડફેટે લીધા

ProudOfGujarat

વડોદરાના કર્મયોગી ખેડૂતોએ ખેતરોમાં વિવિધ ઉનાળુ પાકો, ઘાસચારો અને શાકભાજીનું વાવેતર શરૂ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!