Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની હજીરા-સુંવાલી માઇનોર કેનાલમાં પાણી છોડવા સિંચાઇ વિભાગને ખેડૂતોનાં કાલાવાલા.

Share

સુરતનાં 9 જેટલા ગામોનાં ખેડૂતોને પાણીનો કાળો કકળાટ થયો છે. સુરત સિંચાઇ વિભાગનાં 9 ગામો ભટલાઈ, દામકા, વાસવા, મોરા, રોજાગરી સહિતનાં ગામોને સિંચાઈનું પાણી 10 દિવસથી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનાં ઊભાં પાકને ભારે નુકસાન થશે તેવી દહેશત ખેડૂતોએ વ્યકત કરી છે. ખેડૂતોએ ખેતીની જમીન ઉદ્યોગો માટે આપી છે અને જો ઉદ્યોગોને પાણી મળી શકતું હોય તો પછી ખેડૂતોને કેમ નહીં. છેલ્લાં કેટલાક દિવસથી પાણી બંધ છે માટે તેમણે સિંચાઇ વિભાગને લેખિત અરજી કરી 25 દિવસ સુધી નહેરમાં સિંચાઇ માટે પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી છે. જો પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો જલ્દ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓએ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં પોતાના જોખમે દાખલ થવું પડશે એવું બોર્ડ મારતું તંત્ર.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના બોરી ગામ ખાતે એક સાથે ૫ મકાનોના તાળા તોડતા તસ્કરો

ProudOfGujarat

વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના હેઠળ ૩૧૦ બાગાયતી કામોના વાવેતર સહિત રૂ.૯૧.૦૦ લાખના કામો હાથ ધરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!