Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં હીરાના કારખાનામાં રહસ્યમય રીતે એક યુવકનો મૃતદેહ મળ્યો.

Share

સુરતના વરાછા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતાં કારીગરનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની જાણ થતાં હીરાના કારીગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ બનાવના પગલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કારીગર કારખાનામાં તેનું હીરાનું કામ કરીને સૂતો હતો આથી તેની હત્યા થઈ છે કે શું ? તે સહિતના રહસ્યો હજી સામે આવ્યા નથી. હીરાના કારખાનામાં કયાં કારણોસર આ કારીગરની લાશ મળી આવી સહિતની બાબતોનો તાગ મેળવવા વરાછા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ CCTV ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરી તપાસ હાથ ધરી છે.

Advertisement

અહીં નોંધનીય છે કે હીરાના કારખાનામાં આખરે કોણે આ હત્યાને અંજામ આપ્યો હશે ? કે આ કારીગરને કોઈ કારણસર મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોય, કે તેમણે પોતે ઝેરી દવા પી ને મોતને વહાલું કર્યું હોય સહિતની ચોંકાવનારી વિગત પર પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

અમદાવાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું મંદિરના પ્રાંગણમાં ભગવાનનું મામેરુ પાથરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચના મહંમદપુરા સર્કલ પાસે મોબાઇલમાં જુગાર રમતા ૩ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ઝઘડિયા પંથકમાં બુટલેગરો સામે પોલીસ વિભાગની તવાઇ, બે સ્થળે દરોડામાં હજારોનો મુદ્દામાલ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!