Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં યુવાનની હત્યા : સિમેન્ટની ગુણોની નીચેથી મળ્યો મૃતદેહ…

Share

સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા સિમેન્ટના ગોડાઉનમાંથી હત્યા કરી સંતાડી દેવાયેલો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. યુવાનની ગળા પર કપડું વીંટાળીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે. પોલીસે મરનારની ઓળખ અને હત્યા પાછળનાં કારણો જાણવા ઇન્ફોર્મરોને કામે લગાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે એફએસએલ અને ડોગ-સ્કવોડની મદદથી આરોપીને શોધવાની તજવીજ પણ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. હાલ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકની હત્યા બાદ લાશને સગેવગે કરવાના ઇરાદે સરકારી સિમેન્ટના ગોડાઉનમાં સિમેન્ટની ગૂણોની વચ્ચે સંતાડી દેવાઈ હોવાનું અનુમાન છે.

Advertisement

એટલું જ નહીં, પણ મરનાર મજૂર હોવાની શક્યતા દેખાય રહી છે. જોકે પોલીસનું માનવું છે કે મરનારની કેટલીક કડીઓ મળી ગઈ છે એટલે તેની ઓળખ થયા બાદ લગભગ હત્યાનો ગુનો ડિટેક્ટ કરવામાં સરળતા રહેશે.

જયદીપ રાઠોડ : સુરત


Share

Related posts

ભૂગર્ભ જળ સપાટી માપવા પાટણ જિલ્લાના 4 તાલુકામાં 50 પીઝોમીટર બનાવાશે.

ProudOfGujarat

ગોધરા : GIDC નમો રેસીડેન્સી ખાતે MLA સી. કે. રાઉલજી નવરાત્રીની આરતીમાં ઉપસ્થિત રહ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૨ મો એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ નું ઉદ્ઘાટન ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલનાં હસ્તે કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!