Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા : સુરતમાં વોર્ડ નંબર-8 ના 300 લોકો મહેશ સવાણીના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા : આપના નેતાઓએ પણ માસ્ક ન પહેર્યા.

Share

સુરતના ડભોલી વિસ્તારમાં ઉમરાળા ગામના સુરતમાં રહેતા લોકો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હરીદર્શન ખાડાના 300 કરતાં વધુ સ્થાનિકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મહેશ સવાણીના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. ડભોલી વિસ્તારમાં યોજાયેલા આપના કાર્યકર્મમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો નજરે પડ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો.

આ સાથે મહેશ સવાણી સહિતના આપના નેતાઓએ પણ માસ્ક ન પહેર્યા હોવાનું સામે આવ્યું હતું. સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ જણાવ્યું કે, મહેશ સવાણીની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી થતાની સાથે જ અનેક કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે ઉત્સુક થયા છે.

દંડ અને દંડાથી ત્રાસીને લોકો આમ આદમી પાર્ટીમાં જઇ આવી રહ્યા છે. ભાજપમાં પણ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓનું સન્માન ન જળવાતું હોવાથી ઘણા એવા કાર્યકર્તાઓ જે સક્રિય હતા તેઓ આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે. જે સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ દેખાય તે સોસાયટીનો આપના નેતા અને કાર્યકર્તા સામેથી સંપર્ક કરે છે અથવા તો તે સોસાયટીનો કોઈપણ વ્યક્તિ આપના નેતાને મળવા આવે છે.

Advertisement

તેની સાથે બેઠકોનું આયોજન પણ કરે છે અને તેમની સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવી શકે તેને લઈને પણ ચર્ચા કરે છે. કેટલાક અગત્યના મુદ્દાઓ વિરોધ પક્ષના નેતા અથવા તો સ્થાનિક કોર્પોરેટરની મદદથી સામાન્ય સભામાં પણ ઉઠાવવામાં આવે છે.


Share

Related posts

હવેથી વોટ્સએપ નંબર થકી પણ સીધા સીએમનો સંપર્ક કરી શકાશે, ફરીયાદ માટે સીધી સુવિધા

ProudOfGujarat

પાલીતાણાના રાથળી ગામે દંપતિને ઈલે.શોક લાગ્યો: પતિનુ મોત.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ વાડી વિસ્તારમાં એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!