Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : કોરોનાની ત્રીજી લહેરને નોતરૂ ન અપાય તે માટે ટ્રસ્ટનો સ્વૈચ્છિક નિર્ણય : અમાસનાં દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

Share

હજી પણ કોરોનાની લહેર ચાલી રહી હોઈ અમાસના દિવસે કુબેરભંડારીના મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોઈ આ વખતે 09/07/2021 ને (અમાસ) ના દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

મંદિરના ટ્રસ્ટી રજની કુમાર પંડ્યાના જણાવ્યા અનુસાર કુબેર મંદિર અને તેને લગતા તમામ મંદિર તારીખ 09/07/2021 ને (અમાસ) ના દિવસે જ બંધ રહેશે. કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ટ્રસ્ટે સ્વૈચ્છિક નિર્ણય લીધેલ છે. તારીખ 10/07/2021 શનિવારથી રાબેતા મુજબ મંદિર દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે. ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા રાખવામાં આવી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ-અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે બે આરોપીને ઝડપી પાડયા.

ProudOfGujarat

અંકલેશ્વર ડુપ્લિકેટ માર્કશીટ અને ચલણી નોટોના પ્રકરણમાં કોર્ટે ભરૂચ પોલીસ સામે લાલ આંખ કરી..!!

ProudOfGujarat

HVAC સિસ્ટમ નખાવ્યાં બાદ 30.64 લાખનું બીલ પાસ ન કરતાં કંપનીના 8 ભાગીદારો સામે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!