Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીનો વિરોધ ધરણા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Share

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી મોંઘવારીના વિરોધમાં ધરણાં તેમજ કાર્યકર્તાઓએ હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર કરીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો. સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના રાંધણ ગેસના ભાવ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારાના વિરોધમાં આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું.

ઉમરપાડા કોંગ્રેસ પ્રમુખ હરેશ વસાવાનાઓએ ભાવ વધારાથી ત્રસ્ત જનતા માટે દૈનિક જીવન ચલાવવું અત્યારે મુશ્કેલ બન્યું છે પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહેલ છે, કોરોના જેવી મહામારીમાં પણ આવી વિપરીત પરિસ્થિતિમાં પડ્યા પર પાટું જેવો અનુભવ જનતા હાલ કરી રહી છે. ભારે જન આંદોલનને વાચા આપવા માટે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમમાં મામલતદારને મોંઘવારી વિરુધ્ધ આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું.

આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ વસાવા, નટુભાઈ વસાવા, મુળજીભાઈ વસાવા, જગતસિંહ વસાવા, રામસીંગ ભાઈ, અશોકભાઈ, કૌશિકભાઈ, સોહનલાલ સેન, ગણપતભાઇ, કિરણભાઈ, ભૂપતભાઇ વસાવા, ભૂપેન્દ્ર ભાઈ એસ. વસાવા, સેવાદળ પ્રમુખ ઉમરપાડા, ધારાસિંહ વસાવા વગેરે કાર્યકર્તાઓને ઉમરપાડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

જંબુસરના સરદારપુરા ગામે રીક્ષા પલટતા દબાઇ જવાથી ચાલકનું મોત

ProudOfGujarat

આ વર્ષે ભરૂચ જિલ્લામાં ઉકળતા લાવાની જેમ ગરમીનો અહેસાસ થશે જાણો કેમ અને ક્યારે ?

ProudOfGujarat

ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ફોર વ્હિલર ગાડી તથા મોબાઈલ મળી લાખો રૂપિયા મુદ્દામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!