Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરના સરદારપુરા ગામે રીક્ષા પલટતા દબાઇ જવાથી ચાલકનું મોત

Share

ભરૂચ.
જંબુસર તાલુકામાં આવેલાં ડોલિયા ગામે રહેતાં જયેશ ઝવેર ગોહિલના મોટા ભાઇ ગેમલસંગ રીક્ષા ચાલવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાત્રીના સમયે જયેશ ગોહિલ તેના ઘરમાં હતો. તે વેળાં તેના ભત્રિજા કિશોર પઢિયારે તેને ફોન કરી જણાવ્યું હતું કે, સરદારપુરા ગામ પાસે ગેમલસંગ કાકાની રીક્ષા પલટી જતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હીત. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. તેમણે ત્યાં હાજર લોકોને પુછતાં કિશોરે જણાવ્યું હતું કે, તે ચાલવા નિકળ્યો હતો. તે વેળાં ગેમલસંગ કાકા પુરઝડપે રિક્ષા લઇને નીકળ્યાં હતાં. અને થોડે દૂર જતાં તેમની રીક્ષા પલટી ગઇ હતી. જેના પગલે તેણે અને ત્યાંથી પસાર થતા લોકોએ તુરંત ત્યાં જતાં તેઓ રીક્ષા નીચે દબાઇ ગયાં હોઇ તેમને ગંભીર ઇજાઓ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે તેમણે 108માં ફોન કરતાં અમ્બ્યુલન્સ આવતાં તેમને સારવાર માટે જંબુસરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેમનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

રાજપીપળા : તિલકવાડાના આલમપુરા પાસે રેલીંગ સાથે મોટરસાઇકલ અથડાતા બે ના કરુણ મોત.

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી વિજ કંપનીમાં વિદાય લેતા ઇજનેરને વિદાયમાન તથા નવા ઇજનેરને આવકાર અપાયો.

ProudOfGujarat

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં રાજ્યના કુલપતિઓનો બે દિવસીય શિક્ષણ વિષયક સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!