Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડાના માંડણપાડા ગામની મહિલા વીરા નદીના ધસમસતા પૂરમાં ડૂબી.

Share

ઉમરપાડા તાલુકાના માંડણપાડા ગામે ખેતરમાંથી ચારો કાપી આવી રહેલી મહિલા વીરા નદીના ઘોડાપૂરમાં ડુબી જતા મોતને ભેટી છે. જ્યારે મહિલાને બચાવવા નદીમાં કૂદી પડેલા ખેડૂતનો જીવ માંડ માંડ બચ્યો છે.

ઉમરપાડા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વીરા નદીમાં પુર આવ્યા હતા. આ સમયે માંડણપાડા ગામે રહેતી ચારુલીબેન વિરમભાઈ વસાવા ખેતરમાં ચારો કાપવા ગઈ હતી અને ત્યાંથી પરત આવી રહી હતી ત્યારે વીરા નદીમાં ભારે પુર આવ્યુ હોવાથી આ મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી. જેથી મહિલાએ બુમાબુમ કરતા મહિલાને બચાવવા ફુલજીભાઈ દેવનાભાઈ વસાવા ધસમસતા પૂરમાં કૂદી પડ્યો હતો અને મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે વધુ પડતા પૂરને કારણે ફુલજીભાઈ વસાવા પણ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ ફુલજીભાઈને બચાવી લીધો હતો અને ૧૦૮ ની મદદથી સારવાર માટે ઝંખવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે મહિલા ચારુલીબેનનું ડૂબી જવાથી કરૂણ મોત નિપજયું હતું. ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસ તંત્રને તેમજ સરકારી વહીવટી તંત્રને કરી હતી.

Advertisement

વિનોદ મૈસુરીયા વાંકલ


Share

Related posts

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. હઝરત ના પૌત્ર ના જન્મદિન નિમિત્તે શાળાના બાળકોને જમાડવામાં આવ્યા

ProudOfGujarat

નેત્રંગની થવા કોલેજમાં અભ્યાસ કરતી પરમજીત રાઠોડે બોક્સીંગમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો.

ProudOfGujarat

ભાવનગર જીલ્લાના બાડી- પડવાની જમીન મુદ્દે ખેડૂતોના આજે આઠમા દિવસે પણ ધરણાં આંદોલન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!