Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં મોટી હલધરી ગામે યાહામોગી પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાયું.

Share

ઉમરપાડા તાલુકાના મોટી હલધરી ગામે યાહામોગી પુસ્તકાલયનું ઉદ્ઘાટન નવી વસાહત વિસ્તારના યુવા એક્શન ગ્રુપના વિજયભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી જીવન ઉપયોગ પુસ્તક, ડેલી ન્યુઝ પેપર જેવુ સાહિત્ય ગામના યુવાઓ દ્વારા ઉપરોક્ત પુસ્તકાલયમાં પુરુ પાડવામાં આવી રહ્યું છે. નવા પુસ્તકાલયમાં આજુબાજુ વિસ્તારના યુવાનો વાંચનનો લાભ લઈ શકશે સાથે હાલના સ્પર્ધાત્મક યુગમાં ટકવા માટે સતત વાંચન ખુબ જરૂરી છે, આપણા લક્ષ્યને નક્કી કરીને જાગ્યા ત્યાથી સવાર એવું માની આપણે વાંચન કાર્યને આગળ વધારવુ પડશે. આ સમયે આગેવાનો દ્વારા વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગામ વડીલો મકનજીભાઇ, ગંભીરભાઇ, શીતલભાઇ, મોહનભાઇ, દામસિગભાઇ, સામસિગ ભાઇ, અને ગામના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પંચમહાલ જીલ્લામાં વરસાદી માહોલ ગોધરા શહેર સહિત તાલુકામાં વહેલી સવારે વરસાદ પડયો.

ProudOfGujarat

ગત દિવાળીના અરસામાં ઝાડેશ્વરના મહેશ નિઝામા પર હુમલો થયો હતો.જાણો હુમલો કરનાર કોણ અને કેમ હુમલો કર્યો? સોપારી કેટલાની અપાય…

ProudOfGujarat

લીંબડીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતાં કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!