Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતાં કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ.

Share

આજે લીંબડીની એન.એમ હાઇસ્કૂલના શિક્ષકોએ પડતર માંગણીઓના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

આજે લીંબડીની એન.એમ હાઇસ્કૂલના શિક્ષકોએ પોતાની જૂની પડતર માંગણીઓને લઇને આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે પી.કે રાઠોડની આગેવાની હેઠળ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તથા અમારી અનેક માંગણીઓ સરકાર સમક્ષ પેન્ડિંગ હોય તેનું નિરાકરણ થાય, શિક્ષક સંઘ મહામંડળ દ્વારા સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. આજે તમામ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આગામી સમયમાં જો અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો ગુજરાત માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના માર્ગદર્શન મુજબ જલદ આંદોલનની પણ ચીમકી આપી છે આ આજના કાર્યક્રમમાં અરુણાબેન પરમાર પી જી પરમાર રતનગઢ વિઠ્ઠલભાઈ જોગરાણા સહિતના માધ્યમિક શિક્ષણ સંઘના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ : ચકલાસીથી ૧.૬૨ લાખના મુદ્દામાલ સાથે બે ઇસમ ઝડપાયા.

ProudOfGujarat

કેવડીયા કોલોની ખાતે ઘણા વર્ષથી સંકેલી અવસ્થામાં પડેલ ધૂળખાતી એમબ્યુલન્સનું જવાબદાર કોણ ???

ProudOfGujarat

નેત્રંગ : 15 દિવસનાં સમયગાળામાં નેત્રંગ તાલુકાની બે પ્રાથમિક શાળાઓનાં મધ્યન ભોજન રસોડામાં કુકર ફાટવાના બે બનાવો બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!