Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નબીપુર પ્રાથમિક કન્યાશાળામાં બાળમેળો યોજાયો.

Share

શુક્રવારે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પ્રાથમિક કન્યાશાળા ખાતે બાળદિનની ઉજવણી એક અનોખા અંદાજમાં કરવામાં આવી હતી. બાળકો દ્વારા શાળાના પટાંગણમાં વિવિધ પ્રકારના સ્ટોલ ઉભા કરાયા હતા. જેમાં બાળકોએ સ્વનિર્મિત વસ્તુઓનું વેચાણ કર્યું હતું.

શાળાના શિક્ષકો દ્વારા તેમને કેવી રીતે ગ્રાહક સાથે વર્તન કરવું, ગ્રાહકને કેવી રીતે સંતોષકારક જવાબો આપવા, નફાનું પ્રમાણ કેટલું રાખવું, પોતાના માલની સાચવણી કઈ રીતે કરવી જેવી વ્યાપારિક બાબતોની સમજ અપાઈ હતી. શાળાના બાળકો એ દરેક સ્ટોલની મુલાકાત લઈ આંનદ મેળાની મજા માણી હતી. શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિદ્યાર્થીઓની આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના બાળકો ખૂબ ખુશ જણાતા હતા અને સ્ટોલ લગાડનાર બાળકોનું કહેવું હતું કે આવા કાર્યક્રમો કરવાથી અમારામાં પણ બજારની વેપાર અંગેની નીતિનો બહોળો અનુભવ થયો છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નર્મદા નદીમાં થતાં આડેધડ રેત ખનનને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રિય મંત્રાલયને કરી રજુઆત.

ProudOfGujarat

બંને મંજુર : આણંદ : ખંભાતમાં મુસ્લિમ યુવતીના હિન્દુ સાથે લગ્ન થયા, પરિવારના ડરથી પોલિસ રક્ષણ માંગ્યુ.

ProudOfGujarat

ઝઘડીયા : બાવાગોર દરગાહનો વાર્ષિક ઉર્સ તા.૭ માર્ચના રોજ મનાવવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!