Proud of Gujarat
FeaturedGujaratINDIA

બંને મંજુર : આણંદ : ખંભાતમાં મુસ્લિમ યુવતીના હિન્દુ સાથે લગ્ન થયા, પરિવારના ડરથી પોલિસ રક્ષણ માંગ્યુ.

Share

રાજ્ય સરકાર દ્વારા બે દિવસ અગાઉ જ લવ-જેહાદનો કડક કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો, જેનો પ્રથમ કેસ વડોદરામાં બન્યો હતો. ત્યારે બીજી તરફ આણંદ જિલ્લાના ખંભાત ખાતે એનાથી વિરોધી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હિંદુ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે. આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતા એવા ખંભાત તાલુકાના જૂની મંડાઈસ્થિત સૈયદવાડા ખાતે રહેતી 20 વર્ષીય ફરમીનબાનુ મો. ફારુકાન સૈયદે પોલીસવડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને આપેલી લેખિત અરજીમાં જણાવ્યું હતું કે તેણે ગત 19મી જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા.

બનાવમાં યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી તેણે પોતાની મરજી અને રાજી ખુશીથી હિંદુ યુવક સાથે લગ્ન કર્યા હોઈ અને સમગ્ર બનાવમાં તેનાં પરિવારજનોથી તેને તથા તેના પતિને જાનનું જોખમ હોઈ એટલે પોલીસ રક્ષણ મેળવવાની માંગ કરી છે.

17 મી જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર પહેરેલે કપડે ત્યજી દીધું હતું. હાલમાં તેના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોઈ, તેઓ તેમને છુટ્ટા પાડવા હિંસક પ્રયાસો કરી રહ્યા છે. તેને તેમજ તેના પતિ ઉત્કર્ષને મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. જોકે તેણે હિંદુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે.

Advertisement

હાલમાં દંપતી ભયભીત હોઈ ખંભાત છોડી સલામત સ્થળે આશરો લીધો હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ છે. મુસ્લિમ યુવતી ફરમીનબાનુ સૈયદે પોતે પોતાની મરજીથી યુવક ઉત્કર્ષ પુરાણી સાથે લગ્ન કર્યા છે અને તે હાલમાં ખુશ છે એવો એક વીડિયો બનાવ્યો હતો. એ 30 સેકન્ડનો છે. એમાં તેણે એને સોશિયલ મીડિયા પર પણ વાઇરલ કર્યો છે. ફરમીનબાનુ સૈયદે આપેલી લેખિત અરજીમાં પિતા મો. ફુરકાન સૈયદથી તેને ભય હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ રહે. પાંચ હાટડી તથા તાકીર સૈયદ રહે. સૈયદવાડો તથા માથાભારે શખસ ફિરોઝ પઠાણ ઉર્ફે ફન્ટર, સોહિલ ઉર્ફે કાંટો, સદામ સૈયદ ઉર્ફે મારુફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી સૈયદ ઉર્ફે દલાલ, તૌસીફ સૈયદ, જમશેદ જોરાવરખાન પઠાણનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે અને જો તેને કે તેના પતિને કાંઈ થશે તો તેની જવાબદારી આ લોકોની રહેશે, એમ પણ તેણ જણાવ્યું છે.


Share

Related posts

નડિયાદના ભૂમેલ ગામની સીમમાં અવકાશમાંથી ગોળા જેવો પદાર્થ પડતા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

પંચમહાલ : ઘોર કળિયુગ: વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરતા ચકચાર

ProudOfGujarat

મંદીના માહોલમાં ઉદ્યોગોને કોઈ વધારાની રાહત નથી મળી : બી એસ પટેલ, પ્રમુખ, પાનોલી ઉદ્યોગ મંડળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!