Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે શ્રી જીએસ કુમાર વિદ્યાલયમાં ડો. રાજેન્દ્રપ્રસાદ વિકાસ વર્તુળ કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

Share

આ કલા ઉત્સવ કાર્યક્રમમા માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પ્રકાશભાઈ જાની, વિશાલભાઈ, ભરતભાઈ, ઈન્દ્રભાઈ હાજર રહ્યા હતા તેમજ જેઓએ સંગીત-ગાયન અને સંગીત વાદન તેમજ ચિત્ર સ્પર્ધા અને બાળકવિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લીબડીની 10 ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ આ કલા ઉત્સવ કાર્યક્રમમા ભાગ લીધો હતો. આ તમાંમ સ્પર્ધામા એક થી ત્રણ નંબર આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં જીએસ કુમાર વિદ્યાલય શાળાના આચાર્ય કેબી ચાવડા, શક્તિદાન ગઢવી, સહિતના શાળા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશ વાઢેર અને વિરેનભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે બહારની સ્કુલમાંથી આવેલ સ્પર્ધક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને નિવૃત્ત શિક્ષક લક્ષ્મણભાઈ કણઝરીયા દ્વારા નાસ્તો આપવામાં આવ્યો હતો. ચિત્ર સ્પર્ધા અને બાળકવિ સ્પર્ધાના નિર્ણાયક તરીકે એલ.કે.પરમાર અને જે.જે.મોરી એ ફાળો આપ્યો હતો. ડોક્ટર રાજેન્દ્રપ્રસાદ વિકાસ વર્તુળ કલા ઉત્સવ કાર્યક્રમ 2023-24 કાર્યક્રમને સફળ બનાવવા માટે જીએસ કુમાર વિદ્યાલયના તમામ સ્ટાફે આવા વરસાદી માહોલમા સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના સાયખા જીઆઇડીસી માં ડમ્પિંગ પોઇન્ટ ન બનાવવા મુખ્યમંત્રીને આવેદન પાઠવતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા

ProudOfGujarat

ભરૂચ : વડદલા ગામનાં પાટિયા પાસેથી વાહનમાં વહન થતો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાની પાણી સમિતિની બેઠક યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!