Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં અતિવૃષ્ટિથી સીમ જમીનનું ધોવાણ થતાં લાખોનું નુકશાન થવાથી ખેડૂતોએ પાણી નિકાલ અને યોગ્ય વળતરની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Share

લીંબડીમાં સતત વરસાદ બાદ સીમ જમીનમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતો પાણી નિકાલની માંગ કરી રહ્યા છે, આ મામલે લીંબડીના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી લીંબડી ગામ સીમ જમીનમાંથી પાણી નિકાલ કરવાની માંગ ઉઠાવી છે અને રજુઆત કરીને જણાવ્યું છે કે, પાણી નિકાલ ન થવાના કારણે લીંબડી ગામનું પાણી સીમ જમીનનું ધોવાણ કરતા પાક નિષ્ફળ જાય છે, કપાસ, મગફળી તેમજ તલનું આ પંથકમાં મોટાભાગે વાવેતર થવા પામ્યું છે ત્યારે આ તમામ પાકોના મોંઘા ભાવના બિયારણો નાંખી વાવેતર કર્યા બાદ વરસાદી આફતથી પાણી ફરી વળ્યું છે, આશરે ૫૦૦ વીઘા જમીનમાં પાક નાશ થયાનું રજૂઆતમાં ખેડૂતોએ જણાવ્યું છે. આથી ખેડૂતોને લાખો રૂપિયાની નુકશાની ભોગવવાનો વખત આવ્યો છે, આથી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે અને વહેલી તકે વરસાદી પાણીનો નિકાલ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો…

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી મિલકત તેમજ ખાનગી મિલકતમાં કમળ છાપનું જાહેરાત ચિત્ર દૂર કરવા ઉમરપાડા કોંગ્રેસ પક્ષનો વિરોધ.

ProudOfGujarat

વડોદરા : ગુજરાત સરકાર હસ્તકની શાળા – કચેરીઓમાં બાબાસાહેબ આંબેડકરની છબી મુકવા મૂળનિવાસી એકતા મંચની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!