Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાનાં બળોલ ગામનાં સ્મશાન પાસે નાળામાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું.

Share

લીંબડી તાલુકાનાં બળોલ ગામનાં સ્મશાન પાસે નાળામાંથી નવજાત શિશુ મૃત અવસ્થામાં
મળી આવ્યું હતું. આ અંગે સમગ્ર પંથકમાં તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી તાલુકાનાં બળોલ ભાલની આ ઘટના છે. જયાં સ્મશાનનાં નાળા પાસેથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ નવજાત શિશુ કોણે ત્યજી દીધું હશે અથવા તો કયાંથી નાળાનાં પાણીમાં ખેંચાઇ આવ્યું હશે તે બધી બાબતો અંગે જાતજાતની અટકળો થઈ રહી છે. હાલ આ ઘટનાની જાણ પાણશીણા પોલીસને કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ડીજીવીસીએલના જૂનિ.આસીસ્ટન્ટે બોગસ રસીદથી નવા મીટર માટે ૧૫ લાખ ઉઘરાવ્યાં

ProudOfGujarat

અવસર લોકશાહીનો તથા સ્વીપ અંતર્ગત ચલાવવામાં આવેલા વિશેષ અભિયાનની સ્પષ્ટ અસર આવા બૂથોમાં જોવા મળી.

ProudOfGujarat

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!