Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી થી ત્રણ કિલોમીટર દૂર થી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી

Share

લીંબડી તારીખ 24/7/2018
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકો નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ તાલુકો છે અને અવાર નવાર હાઈવે ઉપર તેમજ અન્ય વિસ્તારમાંથી બિનવારસી તેમજ શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતી હોય છે તો આજે લીંબડી રાણપુર રોડ ઉપર આશરે 3 કિલોમીટર દૂર ચિત્રાવડી વિસ્તારમાં એક ખેતરના પાણી ભરેલાં કુવા માંથી પાણી મા તરતી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી સુત્રોના જણાવ્યા મુજબ વાડીના માલીક પોતાની વાડીએ આવેલા ત્યારે દુર્ગંધ આવતાં જેઓ દુર્ગંધની દિશામાં તપાસ કરી તો કોઈ વ્યક્તિની લાશ પાણીમાં તરતી નજરે ચડેલ આ લાશ જોતાજ તુરંત લીંબડી પોલીસને જાણ કરી હતી લીંબડી પોલીસ પી.એસ.આઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવેલ અને કુવામાંથી લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને લાશ બહાર કાઢી લીંબડી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લવાઈ હાલ આ લાશની કોઇપણ પ્રકારની ઓળખ થઈ શકી નથી તો આ બાબતે લીંબડી પોલીસ દ્વારા આ વ્યક્તિ કોણ છે આ સ્થળ ઉપર કઈ રીતે આવ્યો તેવી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી


Share

Related posts

અંકલેશ્વર : નગર પ્રાથમિક ટીચર્સ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

ProudOfGujarat

રાજપીપળાનાં રજપૂત ફળીયામાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ પહેલા દિવસે 50 લીટર ઉકાળો વિતરણ કર્યો.

ProudOfGujarat

વડોદરાની યોગીનગર સોસાયટીમાં તસ્કરો મહિલાનો અછોડો તોડી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!