Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર આજે અચાનક વાહનની અડફેટે આવતા એક અજાણી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આજે સવારે લીંબડી અમદાવાદ હાઈવે પર સાવરીયા હોટલ પાસે વાહનની અડફેટે આવતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા જેને તાત્કાલિક ધોરણે 108 મારફત લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે ઇજાગ્રસ્ત પામેલ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે તેમજ તેમના પરિવારની તપાસ કરતા આ વ્યક્તિનું નામ રામજીભાઈ હોવાનું ખુલ્લુ છે તેમજ મરણ જનારના પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક ધોરણે લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા અને આ અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિ કટારિયા ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વધુ તપાસ લીંબડી પોલીસે હાથધરી છે. મરણ જનારની ઓળખ કરી હાલ તેમના પરિવારજનોને અકસ્માતમાં મૃત્યુ થયેલ વ્યક્તિની સોપણી કરવામાં આવેલ છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

રાજપીપળાનાં ચિરાગ પટેલને ફેસબુક પર મેસેજ મુકવો ભારે પડયો.

ProudOfGujarat

ભરૂચમાં સિવિલ હોસ્પિટલ તેમજ આરોગ્ય વિભાગનાં 100 જેટલા કોરોના વોરિયર્સને આજે સાંજ સુધીમાં રસીકરણ પૂર્ણ કરાશે…

ProudOfGujarat

માંગરોળ તાલુકા મથકે કોવીડ-19 અંગેની સમીક્ષા બેઠક તાલુકા પંચાયતનાં સભાખંડમાં યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!