Proud of Gujarat
FeaturedGujaratINDIA

નારેશ્વર ખાતેની ઘટના અંગે તપાસ અને ગુનેગારને સજા કરવા કોંગ્રેસના અગ્રણી સંદીપસિંહ માંગરોલાની માંગ…

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલ રંગ અવધૂત મહારાજની મૂર્તિને ખંડિત કરવામાં આવતા ભરૂચ કોંગ્રેસ સમિતિના અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા ડીજીપી ગુજરાત રાજ્ય ગાંધીનગર આશિષ ભાટિયાને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરાઇ છે.

આ રજૂઆતમાં સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે કરજણમાં આવેલ નારેશ્વર શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે. અહીં કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા રંગ અવધૂત મહારાજની મૂર્તિને ખંડિત કરવાનું કૃત્ય કરવામાં આવેલ છે જેના કારણે સંત સમાજ અને નારેશ્વર ધામના અનુયાયીઓની લાગણી દુભાય છે. આ પ્રકારની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનારની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી છે. તેમજ આ પ્રકારની ધાર્મિક બાબતોને ઠેસ પહોંચે અને સમાજમાં આંતરીક વૈમનસ્ય ઊભુ કરનારા તત્વોને ડામવા માટે સોશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ બનાવી ધાર્મિક લાગણી કોઈ પણ ધર્મની ના દુભાય તેવી પણ આ તકે સંદીપ માંગરોલાની માંગણી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો …

ProudOfGujarat

પાલેજની રાષ્ટ્રીયકૃત બેન્કો બહાર સહાયની રકમ ઉપાડવા મહિલાઓની લાંબી કતારો લાગી.

ProudOfGujarat

વાંકલ : જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ તરફથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે એક્ટિવિટી બેજ લર્નિગ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!