Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના વોર્ડ નંબર 2 માં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો.

Share

લીંબડીની સંજીવની હોટલ નજીક એક રહેણાંક વિસ્તારમાં મેન ગટરનું ગરનાળું પુરી દેવામાં આવતા આ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું હતું.

હાલના સમયે એક તરફ નેશનલ હાઈવે પર સિકસ લાઇનની કામગીરી ચાલુ હોય તેવા સંજોગોમાં સંજીવની હોટલ નજીક આવેલ મેન ગટરનું ગરનાળું પુરી દેવામાં આવતા લીંબડીના વોર્ડ નંબર બે ના વિસ્તારો મઢુલી હોટલ પાછળ સમગ્ર વિસ્તાર જેમાં ભરશિયાળે ગટરના ગંદા પાણી ભરાઇ જતા જાણે ચોમાસા જેવો માહોલ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા મેઇન ગટરનું ગરનાળું સ્વખર્ચે ખુલ્લુ કરવામાં આવ્યું હતું.

ગરનાળાનો થોડો ભાગ ખુલ્લો રાખવામાં આવતા પાણીનો નિકાલ થઈ જતો હોય સિકસ લાઇન રોડની કામગીરીના કારણે તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવતા આ ગરનાળું બંધ થઈ જવાથી લીંબડીના વોર્ડ નંબર બે ના સમગ્ર વિસ્તારોમાં ચારેકોર પાણી ફરી વળ્યા હોય જેનાથી અહીંના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 ના મોત

ProudOfGujarat

ઝઘડિયાના રતનપોર ગામ નજીક ખાણ ખનિજ વિભાગ ફ્લાઇંગ સ્કોડની ગાડીને અકસ્માત નડ્યો.

ProudOfGujarat

ડાંગ : સુબીર તાલુકાના કર્મચારીઓની નવી પેન્શન યોજનાને લઈ અનોખો વિરોધ જોવા મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!