Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના પિયાવા ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા એકનું મોત.

Share

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પિયાવા ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા પિતાની નજર સામે જ પુત્રનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જી વાહન ચાલક નાસી ગયો હતો. જેથી નાસી ગયેલા વાહન ચાલક સામે ચોટીલા પોલીસે કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.

આ અકસ્માતના બનાવની વિગતો મુજબ,ચોટીલાના મફતીયાપરામાં રહેતા હેમંતભાઈ મેઘાભાઈ જાદવ (ઉ.વ.35) બાઇક ચલાવતા હતા અને તેમા તેઓના પુત્ર અભય હેમંત (ઉ.વ.12) અને માનવ હેમંતભાઈ (ઉ.વ.10) બેઠા હતા. તેઓ ભાડલાના મંદિરે પુત્ર માનવની માનતા પુરી કરી ચોટીલા પરત ફરતા હતા. આ દરમિયાન રસ્તામાં પિયાવા ગામની ગોળાઇ પાસે અજાણ્યા વાહને બાઇકને ઠોકરે લેતા હેમંતભાઈ અને તેમના બંને પુત્ર રસ્તા પર ફંગોળાયા હતા. ત્યાં પિતાની નજર સામે ઘટનાસ્થળે જ પુત્ર અભયનું મોત નિપજ્યું હતું. જ્યારે હેમંતભાઈ અને તેમના પુત્ર માનવને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. માનવને મોઢામાં ફોડલા થયા હોય માનતા રાખી હતી. ત્યાં પિતા પુત્રો માનતા પુરી કરવા ગયા હતા. હેમંતભાઈ મજૂરી કામ કરે છે. પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે. આ અંગે હાલ ચોટીલા પોલીસે અકસ્માત સર્જનારા વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : જિલ્લા સેવા સદન કચેરી ખાતે ચૂંટણી અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન બાતમીના આધારે ટ્રક ભરી દારૂ પકડયો

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમનો ભાતીગળ મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!